For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુરની ઘટના પર છેવટે PM ચૂપ કેમ? કપિલ સિબ્બલ બોલ્યા - જો તમે વિપક્ષમાં હોત તો આમ જ ચૂપ રહેતા?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદીના મૌન પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લખીમપુર ખીરીની ઘટનાએ આખા દેશના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. તમામ વિપક્ષી પાર્ટીઓના નેતા મૃતક ખેડૂતોના પરિવારને મળી ચૂક્યા છે અથવા મળવાના છે પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ ઘટના પર પોતાનુ મૌન તોડ્યુ નથી અને વિપક્ષ આને લઈને સતત પીએમને ઘેરી રહ્યુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદીના મૌન પર નિશાન સાધ્યુ છે. કપિલ સિબ્બલે એક ટ્વિટ કરીને કહ્યુ છે કે પ્રધાનમંત્રી આ ઘટના પર છેવટે ચૂપ કેમ છે? તે કેમ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત નથી કરતા.

જો તમે વિપક્ષમાં હોત તો તમારી શું પ્રતિક્રિયા હોત?

જો તમે વિપક્ષમાં હોત તો તમારી શું પ્રતિક્રિયા હોત?

અમને તમારા તરફથી સહાનુભૂતિના એક શબ્દની જરૂર છેઃ સિબ્બલ
કપિલ સિબ્બલે ટ્વિટ દ્વારા કહ્યુ છે, 'મોદીજી, તમે ચૂપ કેમ છો? અમને તમારા તરફતી માત્ર એક શબ્દની જરુર છે. આ મુશ્કેલ ન હોવુ જોઈએ. જો તમે વિપક્ષમાં હોત તો તમારી શું પ્રતિક્રિયા હોત? કૃપા કરીને અમને જણાવો.' તમને જણાવી દઈએ કે સિબ્બલ પહેલા સમાજવાદી પાર્ટી, બસપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ લખીમપુરની ઘટના પર પીએમની પ્રતિક્રિયાની માંગ કરી છે.

કોંગ્રેસે પ્રમુખતાથી ઉઠાવ્યો છે લખીમપુર ઘટનાનો મુદ્દો

કોંગ્રેસે પ્રમુખતાથી ઉઠાવ્યો છે લખીમપુર ઘટનાનો મુદ્દો

તમને જણાવી દઈએ કે લખીમપુર ખીરીની ઘટનાને લઈને કોંગ્રેસ પાર્ટી સૌથી વધુ યુપી સરકાર અને કેન્દ્ર સરકાર પર હુમલાવર છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ મુદ્દાને લઈને સતત સરકારની ટીકા કરી રહ્યા છે અને એટલુ જ નહિ આરોપી મંત્રી અજય કુમાર મિશ્રાના રાજીનામા અને તેમના દીકરી આશિષ કુમાર મિશ્રાની ધરપકડની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંને પર ગાડીથી ખેડૂતોને કચડવાનો આરોપ છે. સાથે જ બંનેના નામ એફઆઈઆરમાં પણ છે.

સુપ્રીમ કોર્ટે નથી લીધુ સ્વતઃ સંજ્ઞાન

સુપ્રીમ કોર્ટે નથી લીધુ સ્વતઃ સંજ્ઞાન

તમને જણાવી દઈએ કે આ પહેલા કપિલ સિબ્બલે ગુરુવારે લખીમપુર ખીરીની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટ પર પણ નિશાન સાધ્યુ હતુ. સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે લોકોને મારવામાં આવી રહ્યા છે, કચડવામાં આવી રહ્યા છે, ત્યારબાદ પણ સર્વોચ્ચ અદાલતે સ્વતઃ સંજ્ઞાન નથી લીધુ. સિબ્બલે કહ્યુ હતુ કે એક સમય હતો જ્યારે સુપ્રીમ કોર્ટ યુટ્યુબ અને સોશિયલ મીડિયા ન હોવા પર પણ પ્રિન્ટ મીડિયામાં છપાયેલા સમાચારના આધારે જ સ્વતઃ સંજ્ઞાન લેતુ હતુ.

English summary
Modiji, why are you silent? Kapil sibal question to PM Modi on Lakhimpur kheri incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X