For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે બાળકો માટે આપેલા નિવેદન પર મોહન ભાગવતે હવે કહી આ વાત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જે રીતે હાલમાં જ બે બાળકોના કાયદા અંગે નિવેદન આપ્યુ હતુ પરંતુ વિવાદ બાદ મોહન ભાગવતે પોતાના નિવેદન પર સફાઈ આપી છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જે રીતે હાલમાં જ બે બાળકોના કાયદા અંગે નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેમના નિવેદન પર ઘણો વિવાદ ઉભો થઈ ગયો હતો. પરંતુ વિવાદ બાદ મોહન ભાગવતે પોતાના નિવેદન પર સફાઈ આપી છે. ભાગવતે કહ્યુ કે આ પ્રકાશિત કરવામાં આવ્યુ કે મે કહ્યુ છે દરેકને બે બાળકો પેદા કરવા જોઈએ પરંતુ મે આ રીતની કોઈ વાત નથી કહી. મે કહ્યુ કે જનસંખ્યા અને સંશાધન એક મોટી સમસ્યા છે, માટે આ માટે એક નીતિ બનવી જોઈએ. આ વિશે જે નીતિ બનશે તે એ વાત નિર્ધારિત કરશે કે કોણે કેટલા બાળકો પેદા કરવા જોઈએ.

નિવેદન પર આપી સફાઈ

નિવેદન પર આપી સફાઈ

વાસ્તવમાં મોહન ભાગવતનુ નિવેદન સામે આવ્યુ હતુ કે બે બાળકો હોવા જોઈએ, એવો સંઘનો મત છે પરંતુ નિર્ણય સરકારે આપવાનો છે. ત્યારબાદ ભાગવતે પોતાના નિવેદન પર સફાઈ છે. આ સાથે જ ભાગવતે કહ્યુ કે બંધારણ કહે છે કે આપણે ભાવનાત્મક એકીકરણની કોશિશ કરવી જોઈએ. પરંતુ ભાવના શું હોય છે. એ ભાવના છે કે આ દેશ આપણો છે, આપણે પોતાના મહાન પૂર્વજોના વંશજ છે અને આપણે અહીં વિવિધતા છતાં એક સાથે મળીને રહેવાનુ છે, આને જ આપણે હિંદુત્વ કહીએ છે.

130 કરોડ ભારતીય હિંદુ

130 કરોડ ભારતીય હિંદુ

મોહન ભાગવતે કહ્યુ કે જ્યારે આરએસએસ કાર્યકર્તા કહે છે કે આ દેશ હિંદુઓનો છે તો તેમનો કહેવાનો અર્થ છે કે આ દેશમાં રહેતા 130 કરોડ લોકોનો છે, બધા 130 કરોડ લોકો હિંદુ છે એનો બિલકુલ એવો અર્થ નથી કે અમે કોઈનો ધર્મ, ભાષા, જાતિ વગેરે બદલવા ઈચ્છીએ છીએ. અમે બંધારણ સિવાય કોઈ પણ સત્તાના કેન્દ્ર પર ભરોસો નથી કરતા. આ પહેલા ભાગવતે કહ્યુ હતુ કે સંઘ ભારતની બધી 130 કરોડ જનતાને હિંદુ સમાજ માને છે ભલે તે કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિના હોય. કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિના લોકો જેમની અંદર રાષ્ટ્રવાદી ભાવના છે, જે ભારતની સંસ્કૃતિ અને તેનો વારસાનુ સમ્માન કરે છે, તે બધા હિંદુ છે.

મંદિર નિર્માણ પર કર્યુ વલણ સ્પષ્ટ

મંદિર નિર્માણ પર કર્યુ વલણ સ્પષ્ટ

ઉલ્લેખનીય છે કે ભાગવતે પોતાના ભાષણમાં બ્રિટિશ રાજ અને તેમના ભાગલા પાડો રાજ કરોની નીતિની પણ યાદ અપાવી હતી. આ સાથે જ સંઘ પ્રમુખે રવિન્દ્ર ટાગોરની વાત પણ કહી જેમણે હિંદુ અને મુસલમાનો વચ્ચેની એકતા પર જોર આપ્યુ હતુ. તેમણે રામ મંદિર નિર્માણ વિશે પૂછાયેલા સવાલ પર કહ્યુ કે સંઘની ભૂમિકા આ પ્રકરણમાં માત્ર ટ્રસ્ટ નિર્માણ સુધી છે. ત્યારબાદ સંઘ પોતાને નાથી અલગ કરી દેશે. તેમણે કહ્યુ કે કાશી-મથુરા સંઘના એજન્ડામાં ન તો ક્યારેય હતા અને ન ક્યારેય હશે.

આ પણ વાંચોઃ બજેટ 2020માં મોદી સરકાર વીમા કંપનીઓને આપી શકે છે આ ભેટઆ પણ વાંચોઃ બજેટ 2020માં મોદી સરકાર વીમા કંપનીઓને આપી શકે છે આ ભેટ

English summary
Mohan Bhagwat clarifies his controvercial statement of two children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X