For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રજાસતાક દિવસે ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક શૈક્ષણિક સંસ્થામાં ઝંડો ફરકાવ્યો.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રજાસતાક દિવસે ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક શૈક્ષણિક સંસ્થામાં ઝંડો ફરકાવ્યો. ત્યારપછી મોહન ભાગવતે સંબોધન દરમિયાન તિરંગાના મહત્વ વિશે વાત કરી અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાના સંકલ્પ લેવાનું કહ્યું. મોહન ભાગવતે તિરંગાને ઉર્જા અને પ્રેરણાનું પ્રતીક ગણાવ્યું. તેની સાથે મોહન ભાગવતે કહ્યું કે દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી આખું વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે.

આપણા દેશમાં પણ એવી શક્તિઓ છે, જે શાંતિ ભંગ કરવા માંગે છે

આપણા દેશમાં પણ એવી શક્તિઓ છે, જે શાંતિ ભંગ કરવા માંગે છે

મોહન ભાગવતે કહ્યું કે આઝાદીના 70 વર્ષ થઇ ગયા છે ત્યારપછી આપણે નિરંતર આગળ વધી રહ્યા છે. પરંતુ દુનિયામાં શાંતિ થઇ તો તેમના સ્વાર્થની દુકાન બંધ થઇ શકે છે, તેવા લોકો પ્રયાસ કરી રહ્યા છે કે દેશ સમૃદ્ધ ના થાય. આ પ્રકારના પ્રયાસ કરતી શક્તિઓ દેશમાં છે.

સ્વંયંસેવકોને સોશ્યિલ મીડિયા ભરપૂર ઉપયોગ કરવાની સલાહ

સ્વંયંસેવકોને સોશ્યિલ મીડિયા ભરપૂર ઉપયોગ કરવાની સલાહ

મોહન ભાગવતે આરએસએસ સ્વયંસેવકોને સોશ્યિલ મીડિયા ભરપૂર ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમને કહ્યું કે પેપર અને પત્રિકાની પહોંચ સીમિત છે પરંતુ સ્માર્ટફોન આજે બધા જ હાથમાં પહોંચી ચુક્યો છે. તેમને કહ્યું કે તે તરફ ધ્યાન આપવું પડશે સોશ્યિલ મીડિયા પર ઘણી વસ્તુઓ ખુબ જ પ્રભાવ છોડે છે.

પત્રકાર જયારે પણ ઈચ્છે ત્યારે આવીને સંઘની કાર્યપધ્ધતિ સમજી શકે છે

પત્રકાર જયારે પણ ઈચ્છે ત્યારે આવીને સંઘની કાર્યપધ્ધતિ સમજી શકે છે

આરએસએસ પ્રમુખ ઘ્વારા જણાવવા આવ્યું કે ઝડપી પહોચને કારણે સામાન્ય લોકો સાથે આ માધ્યમ ઘ્વારા જલ્દી વાતચીત કરી શકાય છે. તેમને કહ્યું કે લોકોને તેમને કામ બતાવવું પડશે બંધ રૂમમાં મિટિંગ આરએસએસ કાર્યપધ્ધતિ નથી. પત્રકાર જયારે પણ ઈચ્છે ત્યારે આવીને સંઘની કાર્યપધ્ધતિ સમજી શકે છે.

English summary
Mohan bhagwat says Anti-national forces are working to destroy peace
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X