For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જો હું બોલ્યો તો મારી નોકરી જતી રહેશે' : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એવુ નિવેદન આપ્યુ છે જેનાથી ઘણા સવાલો ઉભા થયા છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એવુ નિવેદન આપ્યુ છે જેનાથી ઘણા સવાલો ઉભા થયા છે. ગુજરાતના રાજકોટમાં અખિલ ભારતીય પ્રાંત વિચારકોની વાર્ષિક બેઠકમાં જોડાવા માટે પહોંચેલા મોહન ભાગવતને જ્યારે પત્રકારોએ અમુક સવાલો પૂછ્યા ત્યારે તેમણે કહ્યુ કે જો મે આનો જવાબ આપ્યો તો મારી નોકરી જતી રહેશે. જો કે પોતાના નિવેદનમાં ભાગવતે એ સ્પષ્ટ ના કર્યુ કે તેમણે આ નિવેદન કયા પરિપ્રેક્ષ્યમાં કહ્યુ છે.

Mohan Bhagvat

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 15 થી 17 જુલાઈ દરમિયાન અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની ત્રિદિવસીય વાર્ષિક બેઠક થવા જઈ રહી છે. જેના ઉપલક્ષ્યમાં સંઘ પ્રમુખ 12 થી 18 જુલાઈ સુધી સોમનાથમાં જ રહેશે. સંઘ પ્રમુખ અહીં સહ સરકાર્યવાહક મનમોહન વૈદ્ય સાથે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં પત્રકોના સવાલો પર ભાગવતે કહ્યુ કે જો હું બોલ્યો તો મારી નોકરી જતી રહેશે, બોલવાનું કામ બીજા કોઈને સોંપવામાં આવ્યુ છે.

ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં સંઘના સર કાર્યવાહ ભય્યાજી જોશી સહિત બધા સહ સર કાર્યવાહ, કાર્યકારિણીના સભ્ય, પ્રાંત પ્રચારક અને સહ પ્રાંત પ્રચારક આ કાર્યક્રમમાં ભાગ લેશે. જાણકારી અનુસાર ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે દેશના સામાજિક, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક મુદ્દાઓ પર પણ મંથન કરવામાં આવશે. મોહન ભાગવત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે, ત્યારબાદ તે સોમનાથ જિલ્લાના તમામ સ્થાનિક સ્વયંસેવકો, કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત પહોંચી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તે ભાગવત સાથે સોમનાથમાં મુલાકાત કરી શકે છે.

English summary
Mohan Bhagwat says if he speaks I will lose my job. He is in Gujarat to attend an RSS event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X