For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ, ડીઝલના ભાવ વધારો પરત લેવાનો મોઇલીનો ઇન્કાર

|
Google Oneindia Gujarati News

Veerappa-Moily
બેંગ્લોર, 18 ફેબ્રુઆરીઃ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગયા અઠવાડિયે કરવામાં આવેલા ભાવ વધારાને પરત ખેંચવાની સંભાવનાનો ઇન્કાર કર્યો છે.

મોઇલીએ કહ્યું કે ઇધનના ભાવમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો પર ઓછું ભારણ પડે. સરકારે ગયા શુક્રવારે પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા અને ડીઝલના ભાવમાં 45 રૂપિયાનો પ્રતિલીટરે વધારો કર્યો હતો.

પેટ્રોલિયમ મંત્રીએ જ્યારે પેટ્રોલ, ડીઝલનો ભાવ વધારો પરત લેવા અંગે પૂછવામાં આવેલા જવાબમાં કહ્યું કે, નહીં, નહીં. તેમણે કહ્યું કે, અમારા દેશ પોતાની કુલ જરૂરિયાતનો 73થી 75 ટકા કાચા તેલ આયાત કરે છે. અમે આયાત બિલના રૂપમાં 7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. અમે આખરે આટલું ધન કેવી રીતે પ્રાપ્ત કરીશું.

પેટ્રોલીના ભાવમાં સાડા ત્રણ મહિના બાદ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં એક મહીનાના અંતરાલમાં બીજીવાર વધારો કર્યો છે. સ્થાનીક વેચાણ કર કે વેટને ઉમેરવામાં આવે તો ઉપભોક્તાઓ પર ભાર થોડોક વધારે પડશે.

દિલ્હીમાં 16 ફેબ્રુઆરીએ જ્યાં પેટ્રોલના ભાવ 1.80 રૂપિયા વધારીને 69.06 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા અને ડીઝલ 51 પૈસા મોંઘુ થઇને 48.16 રૂપિયા લીટર થઇ જશે.

મોઇલીએ કહ્યું કે મને લાગે છે કે દરેક આ વાતને બિરદાવશે કે અમે ગ્રાહકો પર વધારે ભારણ આવવા દીધું નથી. આ માત્ર સામાન્ય વધારો છે. ઇધણમાં ભાવ વધારાથી મુદ્રાસ્ફીતિ વધવાની સંભાવના છે. મોંઘવારી દર જાન્યુઆરી મહિનામાં ત્રણ વર્ષના નિમ્ન સ્તર 6.2 ટકા પર આવી ગયો હતો.

તેમણે કહ્યું કે, ઓઇલ આયાત માટે પૈસા અથવા તો કર વધારીને આપી શકીએ છીએ કે પછી તેનો ભાવ વધારાનો ભાર ગ્રાહકો પર નાંખીએ.

English summary
Oil Minister M Veerappa Moily on Monday ruled out a roll back in the Rs 1.50 a litre hike in petrol and 45 paisa per litre increase in diesel rates saying only a small raise has been passed on to consumers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X