હરિયાણા: મિલેનિયમ શાળામાં એક બાળકી સાથે થઇ છેડછાડ

Written By:
Subscribe to Oneindia News

હરિયાણાના પાનીપતમાં ધ મિલેનિયમ શાળામાં એક બાળકી સાથે છેડછાડનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં બાળકી રડતી હોવાના કારણે તેને જ્યારે વાલી દ્વારા ઘરે લઇ જવામાં આવી ત્યારે તેને ખબર પડી કે સ્કૂલના સફાઇકર્મીએ તેની સાથે છેડછાડ કરી છે. અને સફાઇકર્મીએ આ મામલે બાળકીને ડરાવી ધમકાવી પણ હતી. તે પછી વાલીઓ દ્વારા શાળાની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને પોલીસે આ મામલે FIR દાખલ કરી છે. સાથે જ પ્રદર્શન કરતા વાલીઓની ફરિયાદ છે કે તેમને પ્રિન્સિપાલને મળવું છે પણ આટલું બધું થયા પછી પણ પ્રિન્સિપાલ તેમને મળી નથી રહ્યા.

hariyana

નોંધનીય છે કે આ ઘટના 20 સપ્ટેમ્બરની છે જ્યાં બાળકીને સવારે સ્કૂલમાં મૂકવામાં આવી અને 9:30 વાગ્યાની આસપાસ સ્કૂલથી ફોન આવ્યો કે તમારી બાળકી બહુ રોઇ રહી છે. જે બાદ ઘરે તેના વાલીએ બાળકીના શરીર પર ગળા અને કમર પર મારના નિશાન જોતા બાળકીએ તેમને આ વાત જણાવી હતી. વધુમાં શાળાના બાથરૂમ પાસે કોઇ સીસીટીવી પણ નહોતું લગાવવામાં આવ્યું. ત્યારે હાલ તો પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.

English summary
molestation from 9 year old girl in the millennium school panipat haryana

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.