સરકારી બેઠકમાં અઢી કલાક અધિકારીઓ સાથે બેઠો વાંદરો

Written By:
Subscribe to Oneindia News

રાયબરેલી કલેક્ટ્રેટના બચત ભવનમાં શનિવારે આયોજિત જિલ્લા સ્વાસ્થ્ય સમિતિની બેઠકમાં એક વાંદરુ પોતાના બચ્ચા સાથે ઘુસી ગયું હતું, આ કારણે દોડાદોડી થઇ ગઇ હતી. લગભગ અઢી કલાક એ વાદરું બેઠકમાં હાજર રહ્યું હતું. થોડીવાર તો વાંદરુ ટેબલ પર બેસી સીડીઓ અને સીએમઓ સામે જોઇ રહ્યું અને તમામ યોજનાઓના વિષય શાંતિથી સાંભળ્યા. ત્યાર બાદ બીએસએની બેઠક પાસે જઇ સુઇ ગયું. આ દરમિયાન કેટલાક લોકો ડરીને વાંદરાથી દુર રહ્યાં તો કેટલાકે બિસ્કિટ ખવડાવ્યા. કેટલાક અધિકારીઓએ તેની તસવીર લીધી અને વાંદરા સાથે સેલ્ફી પણ લીધી. એ પછી શાંતિપૂર્વક સમીક્ષા થઇ.

Monkey

બચત ભવનમાં શનિવારે સાડા ચાર વાગે જિલ્લા સ્વાસ્થ્ય સમિતિની બેઠક શરૂ થઇ હતી. સીડીઓ રાકેશ કુમાર અને સીએમઓ ડૉ.ડી.કે.સિંહે સમીક્ષા શરૂ કરી કે ત્યાં જ એક વાંદરુ માંકડા સાથે અંદર ઘુસી આવ્યું અને આજુબાજુ ફરવા લાગ્યું. ત્યાર બાદ શાંતિથી ટેબલ પર એસીએમઓ ડૉ.એ.કે.ચૌધરી, વિનય પાંડેની બાજુમાં બેસી ગયું અને સીડીઓ તથાસીએમઓ તરફ જોવા લાગ્યું. એ પછી બીએસએ સંજય કુમાર શુક્લાની બાજુમાં જઇ જમીન પર સુઇ ગયું. વાંદરું લગભગ અઢી કલાક સુધી બેઠક રૂમમાં જ રહ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાંદરાના ઠંડી લાગી રહી હતી અને બિમાર પણ લાગી રહ્યું હતું. આથી તેને બહાર કાઢવામાં ન આવ્યું.

English summary
monkey reached up collectorate meeting among officers in raebareli.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.