3જૂનથી કેરલમાં ચોમાસાની શરૂઆત થશે: હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગમાં હવામાન સંબંધી મામલાના મુખ્ય અધિકારી ડી. શિવનંદ પઇએ કહ્યું હતું કે દક્ષિણ પશ્વિમમાં ચોમાસાનો પ્રથમ વરસાદ કેરલમાં 3 જૂને થવાની સંભાવના છે. ડી શિવનંદ પઇએ કહ્યું હતું કે સામાન્ય રીતે મોનસૂન 1 જૂનના રોજ કેરલના તટ પર આવી જવો જોઇતો હતો પરંતુ તેમાં થોડું મોડું થયું છે. તેનું કારણ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતના કારણે મહાસેન થઇ શકે છે જેથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયરો ફૂંકાય રહ્યો છે.
કેરલના તટ પર ચોમાસુ મોડું થવા અંગે પુછવામાં આવતાં ડી શિવનંદ પઇએ કહ્યું હતું કે ચક્રવતી ગતિવિધિઓના કારણે ચોમાસુ નબળું થયું છે. તેને પુનર્ગઠિત થવામાં સમય લાગી શકે છે. મહાસેનના કારણે કેરલામાં ચોમાસુ વરસાદ મોડો પડવાની સંભાવના છે તો બીજી તરફ ચક્રવાતી હવાઓના કારણે અંદમાનમાં શુક્રવારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના મધ્યમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત મહાસેનના કારણે દક્ષિણ અંદમાન સાગર તથા દક્ષિણી બંગાળની ખાડીમાં ચોમાસુ પ્રવાહ છે. અંદમાન નિકોબાર દ્વીપમાં સામાન્ય રીતે ચોમાસુ વરસાદ 10 મે અને 20 મે વચ્ચે થઇ શકે છે. ગત મહિને હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું.












Click it and Unblock the Notifications
