For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદનું ચોમાસુ સત્ર : 40 ખરડાઓ પર ચર્ચાનો પડકાર

|
Google Oneindia Gujarati News

parliament-of-india
નવી દિલ્હી, 5 ઓગસ્ટ : આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્રમાં કેન્દ્રની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે 40 ખરડાને ચર્ચા કરીને પાસ કરાવવા માટેની યાદી તૈયાર કરી છે. સંસદનું ચોમાસુ સત્ર માત્ર 12 દિવસનું હોવાથી તમામ 40 ખરડા પર ચર્ચા કરાવવા સરકાર માટે પડકારરૂપ બની રહેશે. આ સ્થિતિમાં સરકારના એજન્ડામાં ખાદ્ય સુરક્ષા ખરડા પર ચર્ચા કરાવી તેને પાસ કરાવવાની પ્રાથમિકતા સૌથી વધારે રહેશે.

સંસદનું ચોમાસુ સત્ર યોગ્ય રીતે યોજાય તે માટે વડાપ્રધાન મનમોહન સિંહે તમામ વિપક્ષો પાસેથી સહયોગની માંગણી કરી છે. ચોમાસુ સત્રમાં ખાદ્ય બિલ ઉપરાંત જે બિલો પર ચર્ચા થવાની શક્યતા છે તેમાં ભૂમિ અધિગ્રહણ બિલ, વીમા અને પેન્શન બિલ, કંપની સંબંધિત બિલ, પ્રત્યક્ષ કર સંહિતા ખરડો અને સેબીના નિયમોમાં બદલાવ અંગેના બિલનો સમાવેશ થાય છે.

આ અંગે સંસદીય કાર્યમંત્રી કમલનાથનું કહેવું છે કેખાદ્ય સુરક્ષા બિલ અંગે તમામ પક્ષોમાં સર્વસંમતિ છે. સમાજવાદી પાર્ટી (સપા)ને બાદ કરતા કોઇ પણ મોટી પાર્ટી એવું જણાવી રહી નથી કે તે આ બિલનો વિરોધ કરશે. તમામ પક્ષો ઇચ્છે છે કે ખરડો લાવતા પહેલા તે અંગે ચર્ચા કરવામાં આવે. આ સાથે તેઓ જે સુધારો ઇચ્છે છે તેનો સમાવેશ પણ આ ખરડામાં કરવામાં આવે.

અમે મહત્વના મુદ્દાઓ ઉઠાવીશું. ખાદ્ય સુરક્ષા બિલ અને ભૂમિ અધિગ્રહણ બિલ પણ અમારા એજન્ડામાં સામેલ છે. કમલનાથના જણાવ્યા અનુસાર સરકારે તમામ પાર્ટીઓની તરફથી આશ્વાસન મળ્યું છે કે સત્રને સુગમતાથી ચલાવવામાં આવશે. વડાપ્રધાન મનમોહન સિંહ ખાદ્ય સુરક્ષા સહિત તમામ મહત્વના ખરડા પર વિપક્ષ પાસેથી સહયોગની અપીલ કરી ચૂક્યા છે. તેમણે વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર ચર્ચાનું આશ્વાસન આપ્યું છે. તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે 30 ઓગસ્ટ સુધી ચાલનારુ સત્ર રચનાત્મક બની રહેશે.

આ સત્રમાં જજોની નિયુક્તિની નવી પરીક્ષાની માંગ કરતા રાષ્ટ્રીય ન્યાયિક પંચનો પણ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત સરકારે પહેલેથી જ સત્ર દરમિયાન ઉત્તરાખંડના પૂરથી ઉભી થયેલી મુસીબત અંગે ચર્ચા કરવા પર સહમતિ દર્શાવી છે.

English summary
Monsoon Session : Challenge of discuss 40 Bills
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X