For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોમાસુ સત્ર: પીયુષ ગોયલ બોલ્યા- કાર્યવાહીમાં ખલેલ પહોચાડનાર વિપક્ષના સાંસદો વિરૂદ્ધ લેવાય પગલા

કોરોના સમયગાળા દરમિયાન 19 જુલાઈથી શરૂ થયેલ સંસદનું ચોમાસુ સત્ર આજે (બુધવાર) અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયું હતું. ચોમાસુ સત્રની તારીખ 19 જુલાઈથી 13 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષના હંગામાને કારણે બે દિવસ પહેલા

|
Google Oneindia Gujarati News

કોરોના સમયગાળા દરમિયાન 19 જુલાઈથી શરૂ થયેલ સંસદનું ચોમાસુ સત્ર આજે (બુધવાર) અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયું હતું. ચોમાસુ સત્રની તારીખ 19 જુલાઈથી 13 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષના હંગામાને કારણે બે દિવસ પહેલા સત્ર રદ્દ કરવામાં આવ્યું હતું. દિવસની શરૂઆતમાં લોકસભા અને ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી. પેગાસસ જાસૂસી કેસ અને કૃષિ કાયદા સહિત અનેક મુદ્દાઓ પર સમગ્ર ચોમાસુ સત્ર તોફાની રહ્યું હતું, જોકે આ દરમિયાન કેટલાક બિલ પણ પસાર કરવામાં આવ્યા હતા.

Piyush Goyal

બુધવારે સંસદના બન્ને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષે કેન્દ્ર સરકાર પાસેથી પેગાસસ મુદ્દે ચર્ચાની માંગણી ચાલુ રાખી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે વિપક્ષી સાંસદો પર હુમલો કર્યા બાદ કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. તેમણે સંસદમાં હંગામો મચાવનારા સાંસદો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. રાજ્યસભામાં બોલતા પીયૂષ ગોયલે કહ્યું કે વિપક્ષ પહેલા જ દિવસથી વિચારી લીધુ હતુ કે હતો કે ગૃહને કામ કરવા દેવામાં આવશે નહીં, તેથી કાર્યવાહી વારંવાર વિક્ષેપિત થતી હતી.

રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે વધુમાં કહ્યું કે, 'વિપક્ષનો ઈરાદો આજે સંપૂર્ણપણે દેખાઈ રહ્યો હતો. જે રીતે પેનલ ચેરમેન, ટેબલ સ્ટાફ અને જનરલ સેક્રેટરી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક નિંદનીય ઘટનામાં એક મહિલા સુરક્ષા કર્મીને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્યોએ મને અને સંસદીય બાબતોના મંત્રીને અમારી ચેમ્બરમાંથી બહાર આવતા અટકાવવાનો પણ પ્રયાસ કર્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે, આ પ્રકારનું વર્તન ગૃહ અને દેશ દ્વારા ક્યારેય સહન ન કરવું જોઈએ.

વિપક્ષી સાંસદો સામે પગલાં લેવાની માગણી કરતા પીયૂષ ગોયલ કહે છે કે, "અમે માંગ કરીએ છીએ કે વિપક્ષી સભ્યો દ્વારા એકદમ અનુશાસનહીન ઘટનાઓની સમીક્ષા કરવા માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે." "આ ગૃહમાં વિપક્ષના નેતાએ અમારા મંત્રીના હાથમાંથી કાગળ છીનવી લીધો, સતત અધ્યક્ષનું અપમાન કર્યું અને વિપક્ષે તેના માટે માફી માંગવી જોઈએ." આપને જણાવી દઈએ કે ચોમાસુ સત્રની વચ્ચે વિપક્ષ કહેતો રહ્યો કે પહેલા સરકાર પેગાસસ જાસૂસી કેસ પર ચર્ચા કરવા માટે તૈયાર રહે, ત્યારબાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે.

English summary
Monsoon session: Piyush Goyal speaks - action to be taken against opposition MPs for disrupting proceedings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X