For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પહોંચ્યું ચોમાસું, ગુજરાત પહોંચતાં હજુ 12 દિવસ લાગશે

કેરળ પહોંચ્યું ચોમાસું, ગુજરાત પહોંચતાં હજુ 12 દિવસ લાગશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ધગધગતી ગરમીની વચ્ચે રહાતના સમાચાર આવી રહ્યા છે. લાંબા ઈંતેજાર બાદ મૉનસૂને દેશમાં દસ્તક આપી દીધી છે. હવામાન ખાતા મુજબ શનિવારે મૉનસૂન કેરળના તટીય વિસ્તારમાં પહોંચી ગયું છે. જો કે ઉત્તર ભારતના લોકોએ હજુ પણ ગરમીમાં શેકાવવું પડશે. કેરળમાં પણ એક અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસું પહોંચ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળથી મૉનસૂનની શરૂઆત થઈ ગઈ છે અને દક્ષિણ ભારતને રાહત મળી છે, જ્યાં જળાશયનું જળ સ્તર બહુ નિચલા સ્તરે પહોંચી ચૂક્યું છે.

આગલા 48 કલાકમાં મૉનસૂન સ્પીડ પકડશે

આગલા 48 કલાકમાં મૉનસૂન સ્પીડ પકડશે

કેરળમાં મૉનસૂન પહોંચ્યા બાદ હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ અલર્ટ ઘોષિત કર્યું છે. હવામાન વિભાગ મુજબ કેરળના કર્ણાકુલમમાં 11 જૂન, ત્રિશૂરમાં 10 જૂન, મલ્લપુરમમાં 11 જૂન અને કોઝિકોડમાં 11 જૂને રેડ અલર્ટનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લક્ષદ્વીપને પણ 9 અને 10 જૂને રેડ અલર્ટ અંતર્ગત રાખવામાં આવ્યું છે. રેડ અલર્ટ ઘોષિત કર્યા બાદ પ્રશાસન મૉનસૂનને લઈ તૈયારીમાં લાગી ગયું છે. હવામાન વિભાગે શનિવારે પૂર્વોત્તર રાજ્યો સિવાય કેરળ, લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. આગામી 48 કલાકમાં મૉનસૂનને પણ રફ્તાર પકડવાની અપેક્ષા છે.

1 જુલાઈએ દિલ્હી પહોંચશે મૉનસૂન એક્સપ્રેસ

1 જુલાઈએ દિલ્હી પહોંચશે મૉનસૂન એક્સપ્રેસ

મૉનસૂન એક્સપ્રેસના કેરળ પહોંચ્યા બાદ હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હી પહોંચવામાં હજુ થોડો સમય લાગી શકે છે. આમ પણ કેરળમાં મૉનસૂન એક અઠવાડિયા મોડું છે. આ કારણે ગરમીનો માર સહન કરી રહેલ ગુજરાતીઓએ હજુ થોડો ઈંતેજાર કરવો પડશે. હવામાન ખાતા મુજબ દિલ્હી-એનસીઆરમાં 1 જુલાઈ સુધી ચોમાસું પહોંચશે.

આ વર્ષે ચોમાસું નબળું રહેશે

આ વર્ષે ચોમાસું નબળું રહેશે

જ્યારે 14-1 તારીખ સુધી મૉનસૂન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બિહાર પહોંચશે. જે બાદ 20-22 જૂન સુધી દેશના બાકી રાજ્યોમાં પહોંચી શકે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 20 જૂન બાદ ચોમાસું પહોંચશે તેવા અનુમાન છે. જમ્મૂ અને કાશ્મીરમાં પણ ચોમાસું 1 જૂલાઈ સુધીમાં પહોંચી જશે તેવું અનુમાન છે. હવામાન વિભાગનું કહેવું છે કે અલ-નીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે મૉનસૂન કમજોર રહેશે. ઉમ્મીદ છે કે મૉનસૂનનો વરસાદ લગભગ 93 ટકા રહેશે જે સામાન્યથી ઓછો છે. હવામાન વિભાગ મુજબ મૉનસૂન આવ્યા બાદ જૂનમાં વરસાદ થોડો ઓછો થશે. જો કે મૉનસૂનની દસ્તકની સાથે જ ઉત્તર ભારતમાં ગરમીથી થોડી રાહત મળવી શરૂ થઈ જશે.

દ્વારકાઃ ઈરાની ક્રૂ સાથે કુવૈત તરફ જઈ રહેલ જહાજને કોસ્ટ ગાર્ડે પકડ્યુંદ્વારકાઃ ઈરાની ક્રૂ સાથે કુવૈત તરફ જઈ રહેલ જહાજને કોસ્ટ ગાર્ડે પકડ્યું

English summary
monsoon set in kerala, it will rain after 20th june in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X