મોન્સુન અપડેટઃ કોંકણ, ગોવામાં ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર કોંકણ અને ગોવામાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ ફરીથી બનતા ચોમાસું અમુક જગ્યાએ વધુ સક્રિય થવાની સંભાવના છે. ચોમાસાની ધરીનો પશ્ચિમ ભાગ હવે અનુપગઢ, હિસ્સાર, મેરઠ, બેહરીચમાંથી પસાર થઈ રહ્યો છે જ્યારે પૂર્વ ભાગ હિમાલયની તળેટીમાં આવે છે.

ભારતીય હવામાન ખાતના શુક્રવારના બુલેટીનમા આગાહી કરવામાં આવી છે કે ચોમાસુ હવે ફિરોઝપુર, કરનાલ, બરેલી, બેહરીચ, હજારીબાગ, બાલાસોર અને ત્યારબાદ દક્ષિણપૂર્વથી પૂર્વ કેન્દ્રીય ખાડી સુધી પસાર થાય છે. દક્ષિણ બાંગ્લાદેશ અને પડોશી પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે પૂર્વીય ઓડિશા અને તેની આસપાસમાં વરસાદ વધુ સક્રિય થવાની સંભાવના છે. વળી, તે આજથી મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પમાં પણ વધુ સક્રિય થવાની આશંકા છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ છે.
આ ચોમાસાના વિતરણ પર ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર કોંકણ અને ગોવામાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદ, છત્તીસગઢ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, મરાઠાવાડા, તેલંગાના અને કોસ્ટલ નોર્થ અંતરિયાળ કર્ણાટક પર અલગ અલગ જગ્યાએ ભાર વરસાદ થવાની સંભાવના છે.
તમિલનાડુ, રાયલસીમા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાના અને અંતરિયાળ કર્ણાટકમાં પવન અને વીજળી સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યુ હતુ કે પૂર્વ મધ્ય અરબ સાગર અને ગુજરાતના દરિયાકાંઠે આવતા બે દિવસમાં અને પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં આવતા 4 દિવસ માટે દરિયાની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન આ સ્થળોએ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
