મોન્સુન અપડેટઃ ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યા મુજબ શનિવારે ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યા મુજબ શનિવારે ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વળી, કોંકણ અને ગોવામાં પણ અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાના, કર્ણાટક દરિયાકાંઠે, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે, ઉત્તર અંતરિયાળ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે.

બુલેટિનમાં જણાવ્યા અનુસાર ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના સ્થળોએ લો પ્રેશર ડેવલપ થયુ છે. વળી, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં બીજુ લો પ્રેશર 19 જુલાઈ સુધીમાં ડેવલપ થવાની સંભાવના છે. ચોમાસાની સક્રિયતા તેની હાલની સામાન્ય સ્થિતિમાં રહેવાની સંભાવના છે તેમજ આવતા 5-6 દિવસ સુધી તે હજુ સક્રિય રહેશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગુરુવારે 0830 hours IST કલાકથી શુક્રવારે 0830 hours IST કલાક સુધીમાં ગુજરાતના અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, કોંકણ અને ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક અને છત્તીસગઢમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને હિમાચલપ્રદેશ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, સબહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, કેરળ અને અંતરિયાળ તમિલનાડુમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.












Click it and Unblock the Notifications
