For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ દિલ્હી-એનસીઆરમાં ડ્રાય ડેઝ, ઉત્તર ભારતમાં ચોમાસામાં વિલંબ

ભારતીય હવામાન વિભાગની પેનિન્સુલર ભારતના બાકીના ભાગોમાં અને દેશના બાકીના ભાગોમાં આગળ વધવાની આગાહી છતાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રને ઓળંગી ઉત્તર તરફ વળી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગની પેનિન્સુલર ભારતના બાકીના ભાગોમાં અને દેશના બાકીના ભાગોમાં આગળ વધવાની આગાહી છતાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રને ઓળંગી ઉત્તર તરફ વળી ગયુ છે. હવામાન વિભાગના સમાચારમાં જણાવવામાં આવ્યુ છે કે દરિયામાંથી મળતા યોગ્ય વાતાવરણના અભાવે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે. તાજેતરના હવામાન સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે લોઅર લેવલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, પંજાબ, હરિયાણા, ચંદીદઢ અને દિલ્હી તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આવતા 24 કલાક દરમિયાન વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની સંભાવના છે.

weather

નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (એનએલએમ) થાણે(મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, અમરાવતી, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા, બાઘદોગરામાં પસાર થવાનું યથાવત છે. ચોમાસાની પેટર્ન નબળી પડતા આવતા 5-6 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધવાની સંભાવના નથી તેમ ભારતીય હવામાન વિભાગે18 જૂનના સમાચાર(8.00 pm) માં જણાવ્યુ હતુ.

weather

ભારતીય હવામાન વિભાગના વેધર મોડલ સૂચવે છે કે દક્ષિણ પેનિન્સુલા અને મધ્ય ભારત, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ અને દક્ષિણ મધ્યપ્રદેશમાં ચોમાસુ પરત ફરશે. ઉત્તરપશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ યથાવત રહેશે. આ દરમિયાન ઉત્તરપૂર્વના બાકીના રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની વકી છે. ઝારખંડ, ઓડિશા, ગંગેટીક પશ્ચિમ બંગાળમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

weather

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની વહેંચણી મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ પરંતુ દક્ષિણ પેનિન્સુલા- કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.

English summary
monsoon ujpdate dry days ahead delhi ncr monsoon get delay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X