For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ કર્ણાટક દરિયાકિનારે ભારેથી અતિ ભારે વરસાદ

ભારતીય હવામાન ખાતા (આઈએમડી) ના અહેવાલમાં શનિવારે આસામ અને મેઘાલય, ઉતરાખંડ અને કર્ણાટક દરિયાકિનારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન ખાતા (આઈએમડી) ના અહેવાલમાં શનિવારે આસામ અને મેઘાલય, ઉતરાખંડ અને કર્ણાટક દરિયાકિનારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain

વળી, ભારતીય હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિનમાં અરુણાચલપ્રદેશ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

શુક્રવારે સવારે 08.30 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના દૂરના ભાગો, હિમાચલપ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કોંકણ અને ગોવા, વિદર્ભ, છત્તીસગઢ, અરુણાચલપ્રદેશ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કર્ણાટક દરિયાકિનારે અને કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને ઉત્તર અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધ્યુ છે. આમ, 29 જૂન, 2018 ના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે.

globe

ચોમાસાની ચાલ જે હાલમાં તેની સામાન્ય સ્થિતિમાં દક્ષિણમાં જોવા મળી રહી છે તે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં ઉત્તર તરફ હિમાલયની તળેટીમાં વળી જવાની સંભાવના છે. જેના પરિણામે 1 અને 2 જુલાઈના રોજ વરસાદી પ્રવૃતિ મધ્ય ભારતમાં ઘટવાની અને તળેટી પ્રદેશમાં વધવાની સંભાવના છે.

rain map

ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ 2017 કરતા ભારતમાં 'વધુ સારો વરસાદ' થવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી 96 થી 104 ટકા વચ્ચે 'સામાન્ય વરસાદ' ની આશા રાખવામાં આવી રહી છે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં તેના નિયત સમય કરતાં ત્રણ દિવસ વહેલા 29 મે ના રોજ પહોંચ્યુ હતુ. તે અંતમાં છેલ્લા સપ્તાહે મંગળવારે દેશના પૂર્વીય ભાગોમાં આગળ વધ્યુ હતુ. હવામાન અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ એક સામાન્ય ઘટના છે.

English summary
monsoon updates heavy very heavy rain likely over coastal karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X