For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7મી જૂને કેરળ પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે ઓરિસ્સાને કર્યું અલર્ટ

7મી જૂને કેરળ પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે ઓરિસ્સાને કર્યું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ ગરમીએ તાંડવ મચાવ્યો છે, સૌકોઈને બસ હવે ઈંતેજાર છે કે ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે આવશે, એવામાં હવે ભારતીય હવામાન ખાતાએ રાહતના સમાચા આપ્યા છે. ભારતીય હવાાન ખાતા મુજબ આગામી 96 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપે તેવી સંભાવના છે. ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું કે 7 જૂને મૉનસૂન કેરળ પહોંચી જશે.

7 જૂને કેરળ પહોંચશે ચોમાસું

7 જૂને કેરળ પહોંચશે ચોમાસું

વધુમાં તેમણે કહ્યું કે ચોમાસાની શરૂઆત બાદથી જ અમે ઓરિસ્સા વિશે જણાવશું, આમ તો આગલા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ઓરિસ્સામાં ઠંડી હવાઓને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરના ક્ષેત્રીય હવામાન વિભાગે કહ્યું કે રાજ્યના 15 જિલ્લામાં આજે વરસાદ પણ થઈ શકે છે. જે 15 જિલ્લાઓની વાત કરવામાં આવી રહી છે તેના નામ છે, મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, કાલાહાંડી, ગજાપટી, ગંજમ, નુઆપડા, સુનપુર, બારગઢ, બૌધ, નયાગઢ, અંગુલ, ઝારસાગુડા અને ઢેંકનાલ.

બંગાળની ખાડીમાં કાળાં વાદળો ઘેરાયાં

બંગાળની ખાડીમાં કાળાં વાદળો ઘેરાયાં

ભારતીય હવામાન વિબાગના તાજા અનુમાન મુજબ ચોમાસાના વાદળો અરબ સાગરના દક્ષિણ છેડા તરફ પહોંચી ચૂક્યાં છે અને માલદીવ-કોમોરિન ક્ષેત્ર સહિત બંગાળની ખાડીમાં ચોમાસાના કાળા વાદળો છવાયાં છે. અગાઉ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું હતું કે આ વર્ષે દેશના મુખ્ય દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 1 જૂન આસપાસ સામાન્ય આગમનથી 6 દિવસ મોડું દસ્તક આપશે.

આજે અહીં વરસાદ આવી શકે

આજે અહીં વરસાદ આવી શકે

હાલ દેશની રાજધાની દિલ્હી 42 ડિગ્રી તાપમાન પર ઓગળી રહી છે, ઘરથી બહાર નિકળવું લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે, લૂથી પરેશાન દિલ્હીવાસીઓ માટે હાલ રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆરમાં આંધીની સાથે હળવો વરસાદ થવાના અણસાર છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો આવશે અને લોકોને રાહત મળશે.

65 વર્ષોમાં પ્રી-મોન્સૂનનો બીજો મોટો દુકાળ, અન્નદાતા પરેશાન65 વર્ષોમાં પ્રી-મોન્સૂનનો બીજો મોટો દુકાળ, અન્નદાતા પરેશાન

English summary
monsoon will hit kerala within 96 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X