For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોમાસાએ પહેલીવાર દિલ્હીમાં તબાહી મચાવી, જોતજોતામાં ઝૂંપડીઓ તણાઇ ગઇ, આપ સરકારે સફાઇ આપી

ચોમાસાએ પહેલીવાર દિલ્હીમાં તબાહી મચાવી, જોતજોતામાં ઝૂંપડીઓ તણાઇ ગઇ, આપ સરકારે સફાઇ આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં પહેલીવાર ચોમાસાનો કહેર વરસ્યો છે. રવિવારે દિલ્હીમાં પડેલ ધોધમાર વરસાદ બાદ દિલ્હી સરકારના તમામ દાવાની પોલ ખુલી ગઇ છે. વરસાદમાં કેટલીય ઝૂંપડીઓ અને મકાન તણાઇ ગયાં. રાજધાનીના પૉશિ વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યા ઉભી થઇ ગઇ. મુખ્ય રસ્તા પર પાણી ભરાઇ ગયું. ચોમાસાને લઇ સરકારની તૈયારીઓની પહેલા જ વરસાદે પોલ ખોલી મૂકી છે.

દિલ્હીમાં મુશળધાર વરસાદ ખાબક્યો

દિલ્હીમાં મુશળધાર વરસાદ ખાબક્યો

રવિવારે થયેલ મૂશળધાર વરસાદ બાદ કનૉટ પ્લેસની મિંટો રોડ પર પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ટેમ્પો ડ્રાઇવરનું મોત થઇ ગયું. આઈટીઓની નજીક આવેલ અન્નાનગરમાં ભારે વરસાદને કારણે તબાહી મચી. અન્ના નગરમાં ભારે વરસાદના કારણે નાળાંના તેજ બહાવમાં કેટલીય ઝૂંપડીઓ અને મકાન તણાઇ ગયાં.

ઝૂંપડીઓ, ઘર બધું તણાઇ ગયું

જ્યારે ભાજપે આ મામલે કેજરીવાલ સરકારને ઘેરતાં ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે આવી ગયા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વર્ષે બધી જ એજન્સીઓ પછી તે દિલ્હી સરકારની હોય કે એમસીડીની, તમામ કોરોનાના નિયંત્રણમાં વ્યસ્ત છે. કોરોનાના કારણે તેમણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે હાલ એકબીજા પર આરોપ લગાવવાને બદલે એકબીજા સાથે મળી સમસ્યાનું સમાધાન શોધવું જોઇએ.

કોવિડ-19 સામે લડી રહ્યો છે સ્ટાફ

કોવિડ-19 સામે લડી રહ્યો છે સ્ટાફ

જ્યારે કેજરીવાલ બાદ દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનિષ સિસોદિયાએ પણ મીડિયા સામે આમ આદમી પાર્ટીનો બચાવ કર્યો. મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીની તમામ એજન્સીઓ, પીડબલ્યૂડી, દિલ્હી જળ બોર્ડ, દિલ્હી નગર નિગમ અને ફૂડ ડિપાર્ટમેન્ટ બધાં મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા મેનેજમેન્ટનો થોડો ભાગ કોરોનાના નિયંત્રમણમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે અમે જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છીએ. મૉનસૂનમાં દિલ્હીમાં ભારે પાણી ભરાવાની સમસ્યાથી નિપટવા માટે ખુદ મુખ્યમંત્રી હાલાત પર નજર બનાવીને બેઠા છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસ

English summary
Monsoon wreaks havoc in Delhi for the first time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X