For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સુરક્ષા માટે હજી ઘણું બધું કરવાની જરૂર છે: PM

|
Google Oneindia Gujarati News

pm
નવી દિલ્હી, 7 એપ્રિલ: પ્રધાનમંત્રી મનમોહનસિંહએ રવિવારે જણાવ્યું કે મહિલાઓની સામેના અપરાધ રોકવા માટે ઘણા મહત્વના પગલાં ભર્યા છે. પરંતુ આ દિશામાં હજી પણ ઘણું કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે જાતિય મુદ્દાઓ પર કોર્ટે વધું સંવેદનશીલ બનવાની જરૂરત છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રીઓ તથા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 16 ડિસેમ્બરના રોજ ચાલતી બસમાં 23 વર્ષની યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સરકારે મહિલાઓની સામેના અપરાધ રોકવા સંબંધિત કાયદાઓમાં સંશોધન માટે ઝડપી કાર્યવાહી કરી, પરંતુ હજી આ દિશામાં ઘણુંબધું કરવાની જરૂરત છે.

પ્રધાનમંત્રીએ એ પણ જણાવ્યું કે કોર્ટમાં સુધાર હાલના સમયની 'નવી જરૂરીયાત' છે. રાજનીતિક મતભેદોની વચ્ચે કાનૂનના મૌલિક સિદ્ધાંતો તથા પાકૃતિક ન્યાયને નજરઅંદાજ ના કરવું જોઇએ. પ્રધાનમંત્રીએ એવું આશ્વાસન પણ આપ્યું હતું કે ત્રણ કરોડથી પણ વધારે પેન્ડિંગ પડેલા કેસના નિપટારા માટે નિચલી કોર્ટની માળખાકીય સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકારોને વધું ધનપૂર્તિ કરાવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરની એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છે કે ન્યાયાધીશોની સંખ્યા મહત્વપૂર્ણ રીતે વધારવાની જરૂર છે અને મુખ્યમંત્રીઓએ આ દિશામાં પહેલ કરવી જોઇએ.

English summary
More needs to be done to prevent crimes against women says Manmohan Singh.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X