For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખી દુનિયામાં કરોના વાયરસથી 3 લાખ 42 હજાર લોકોના મોતઃ WHO

આખી દુનિયામાં કરોના વાયરસથી 3 લાખ 42 હજાર લોકોના મોતઃ WHO

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથ લઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસથી સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વિશે તાજા આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી આખી દુનિયામાં 3 લાખ 42 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 53 લાખથી વધુ લોકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે.

coronavirus

કોરોના વાયરસના 102790 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ સંક્રમિત લકોની સંખ્યા 5307298 થઈ ચૂકી છે. જ્યારે આ વાયરસથી 4383 લોકોના મોત થયાં છે, જેને પગલે કુલ મૃતકોની સંખ્યા 342070 થઈ ગઈ છે. જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચના રોજ કરના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરી દીધી હતી.

જ્યારે ભારતની વાત કરીએ તો સોમવારે 6500 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ કરોનાથી સંક્રમત લોકોની સંખ્યા 1.45 લાખ પહોંચી ગઈ. આખા દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 4172 લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોના સંક્રમણના એક્ટિવ કેસ 77103 છે, જ્યારે 57720 લોકો સાજા થઈ પોતાના ઘરે પહંચી ચૂકયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ મામલા છે જ્યાં કુલ 51667 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાથી 1695 લોકોના મોત થઈ ચૂક્યાં છે. તમિલનાડુમાં કોરોનાના મામલા 17082 થઈ ગયા છે. અહીં અત્યાર સુધી 118 લકોના મોત થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 14460 છે, જ્યારે 888 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

WHOએ COVID19 ઉપચાર માટે HCQના ટ્રાયલ પર અસ્થાયી રોક લગાવીWHOએ COVID19 ઉપચાર માટે HCQના ટ્રાયલ પર અસ્થાયી રોક લગાવી

English summary
more than 3 lakh 42 thousand people died due to coronavirus: WHO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X