For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 64 લાખની નજીક, એક દિવસમાં 81000થી વધુ કેસ

કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 64 લાખની નજીક, એક દિવસમાં 81000થી વધુ કેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર હજી પણ ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં પાછલા 24 કલાકમાં 81484 નવા મામલા સામે આવ્યા ચે અને 1095 દર્દીના મોત થયાં ચે. હવે દેશમાં પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 63,94,069 થઈ ગઈ છે, જેમાં 9,42,217 સક્રિય મામલા, 53,52,078 રિકવરી મામલા અને 99,773 મોત સામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ 1 ઓક્ટોબર સુધી વાયરસના કુલ 7,67,17,728 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે, જેમાંથી 10,97,947 સેમ્પલ ગુરુવારે ટેસ્ટ કરાયાં.

કોરોનાના કુલ કેસ 64 લાખ

કોરોનાના કુલ કેસ 64 લાખ

ક્યાં કેટલા મામલા? દર્દીઓમાં પાછલા 24 કલાકમાં 31 નવા મામલા સામે આવ્યા ચે. કુલ પોઝિટિવ મામલાની સંખ્યા વધીને 2049 થઈ ગઈ છે, જેમાં 328 સક્રિય અને 1721 ડિસ્ચાર્જ મામલા સામેલ છે. ગુજરાતમાં 1351 નવા મામલા, 1334 ડિસ્ચાર્જ અને 10 મોત નોંધાયાં છે. રાજ્યમાં કુલ મામલા વધીને 1,38,745 થઈ ગયા છે, જેમાં 1,18,565 ડિસ્ચાર્જ અને 3463 મોત સામેલ છે. સક્રિય મામલા 16716 છે. ચંદીગઢમાં 119 નવા મામલા અને 2 મોત નોંધાયાં છે. કુલ મામલાની સંખ્યા 12057 થઈ ગઈ ચે, જેમાં 1884 સક્રિય મામલા અને 164 મોત સામેલ છે. પંજાબમાં 1317 નવા મામલા અને 45 મોત નોંધાઈ છે, જેમાથી કુલ મામલાની સંખ્યા 1,15,151 થઈ ગઈ છે, જેમાં 15,763 સક્રિય મામલા અને 3451 મોત સામેલ છે.

આજે નોંધાયેલા નવા કેસ

આજે નોંધાયેલા નવા કેસ

મધ્ય પ્રદેશમાં 2041 નવા કોવિડ 19 મામલા નોંધાયા છે. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા હવે 1,30,088 થઈ ગઈ છે, જેમાં 20,473 સક્રિય મામલા, 1,07,279 રિકવરી અને 2336 મોત સામેલ છે. મહારાષ્ટ્રમાં 16476 નવા મામલા, 394 મોત અને 16104 ડિસ્ચાર્જ નોંધાયેલા છે.

કેરળમાં 8135 નવા મામલા

કેરળમાં 8135 નવા મામલા

કેરળમાં 8135 નવા મામલા, 2828 રિકવરી અને 29 મોત નોંધાયા. સક્રિય મામલાની કુલ સંખ્યા 72339 છે. રાજસ્થાનમાં 2193 નવા કેસ નોંધાયા અને 14ના મોત થયાં. મામલાની કુલ સંખ્યા હવે રાજસ્થાનમાં 1,37,485 થઈ ગઈ છે, જેમાં 20,807 સક્રિય મામલા, 1,14,135 ડિસ્ચાર્જ અને 1500 મોત સામેલ છે.

દિલ્હીમાં કોરોનાનો કહેર

દિલ્હીમાં કોરોનાનો કહેર

દિલ્હીમાં એક દિવસમાં 3037 નવા મામલા સામે આવ્યા છે અને 40 લોકોના મોત થયાં છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 2 લાખ 82 હજાર 752 લોકો કોરોના પોઝિટિવ થયા છે.

અમદાવાદઃ 100 ફૂટ ઉંચા કચરાના ઢગલામાં કેમ થઈ રહી છે 12 વર્ષની બાળકીની શોધખોળઅમદાવાદઃ 100 ફૂટ ઉંચા કચરાના ઢગલામાં કેમ થઈ રહી છે 12 વર્ષની બાળકીની શોધખોળ

English summary
more than 81000 corona cases registered in a single day in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X