For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણથી લઈ પશ્ચિમ ભારત સુધી પૂરનો કહેર, અત્યાર સુધીમાં 200થી વધુનાં મોત

હાલ દેશમાં દક્ષિણથી લઈ પશ્ચિમ સુધી કુદરત કહેર વરસાવી રહી છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત સહિતના રાજ્યો પૂરથી પ્રભાવિત છે,

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ દેશમાં દક્ષિણથી લઈ પશ્ચિમ સુધી કુદરત કહેર વરસાવી રહી છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત સહિતના રાજ્યો પૂરથી પ્રભાવિત છે, ઉત્તરાખંડ અને જમ્મુમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં નવ લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે વરસાદથી પીડિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સોમવારે પણ રાહત અને બચાવકાર્ય ચાલુ રહ્યું, પૂર પ્રભાવિત આ રાજ્યોમાં મૃતકોની સંખ્યા વધીને 221 થઈ ગઈ છે.

દક્ષિણથી લઈ પશ્ચિમ ભારત સુધી પૂરનો કહેર

દક્ષિણથી લઈ પશ્ચિમ ભારત સુધી પૂરનો કહેર

કેરળમાં ભારે વરસાદને કારણે મોતનો આંકડો 72 પર પહોંચી ગયો છે, જ્યારે 58 લોકો લાપતા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 116 લોકોના મોત થઈ ચૂક્યાં છે, ગુજરાતના કચ્છ જિલ્લામાં પૂરની સ્થિતિમાં ત્યાં ફસાયેલ 125 લોકોને વાયુસેનાએ રેસ્ક્યૂ કર્યા છે જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતની હાલત ખરાબ

ગુજરાતની હાલત ખરાબ

ગુજરાતમાં નર્મદા પર બનેલ ગરુડેશ્વર બાંધ ભરાઈ ચૂક્યો છે અને તેમાંથી છોડવામાં આવી રહેલ પાણી નીચાણવાળા વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે, જ્યારે ગુજરાતના કેટલાય ભાગમાં હજુ પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે. ગુજરાતમાં વરસાદી કહેરને કારણે 31 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પીડિત પર્વતીય રાજ્ય ઉત્તરાખંડની ચમોલી જિલ્લામાં ત્રણ વિવિધ ગામમાં એક મહિલા અને નવ મહિનાની તેની દીકરી સહિત 6 લોકો ભૂસ્ખલનની લપેટમાં આવી જતાં તેમનાં મોત થયાં છે.

વાયનાડ પર કુદરતી કહેર

વાયનાડ પર કુદરતી કહેર

કેરળમાં વાયનાડ પૂરમાં સૌથી વધુ પ્રભાવિત છે, આજે પણ અહીં ભારે વરસાદનું અલર્ટ ચાલુછે, એર્નાકુલમ, ત્રિશૂર, પઠનમથિટ્ટા, મલપ્પુરમ જિલ્લા ખરાબ રીતે પ્રભાવિત છે, વરસાદને કારણે કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે અે દૈનિક જીવન પ્રભાવિત થયું છે. મલ્લપુરમ અને કોઝીકોડને જોડતો મુખ્ય રસ્તો જળભરાવને કારણે બંધ છે, વાયનાડ જિલ્લામાં પૂરે લોકોની સમસ્યા વધારી દીધી છે, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં પણ હાલત ગંભીર

મહારાષ્ટ્રમાં પણ હાલત ગંભીર

મહારાષ્ટ્રમાં પણ હાલત ગંભીર છે, અહીંના 761 ગામ પૂરથી જળમગ્ન થઈ ગયાં છે, પૂરને પગલે 200થી વધુ રોડ અને 90 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, રાહત અને બચાવ કાર્યમાં 226 હોડીઓ અને 105 રેસ્ક્યૂ ટીમ કામ કરી રહી છે, અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી કાઢીને સુરક્ષિત સ્થલે પહોંચાડવાાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પાછલા એક અઠવાડિયાથી કોલ્હાપુર, સાંગલી, સતારા, થાણે, પુણે, નાસિક, પાલઘર, રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લા પાણીથી બેહાલ છે. તમિલનાડુમાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે, અહીં પણ પાંચ લોકોના મોત થયાં છે.

<strong>ઉત્તરાખંડના 7 જિલ્લાઓ પર સંકટ, આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ </strong>ઉત્તરાખંડના 7 જિલ્લાઓ પર સંકટ, આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ

English summary
more then 200 people died in flood, these states are on alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X