For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના પાંચ બાળકોને ગંગામાં ફેંકીને મહિલા પણ કૂદી ગઈ, પછી...

પોતાના પાંચ બાળકોને ગંગામાં ફેંકીને મહિલા પણ કૂદી ગઈ, પછી...

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લૉકડાઉનની સૌથી વધુ અસર મજૂરી વર્ગને થઈ છે. તેમનો રોજગાર છીવાયો છે અને ખાવાના પણ લાલા પડી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશથી ધ્રૂજારી છૂટાવી દે તેવા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાએ પોતાના ત્રણ વર્ષના એક બાળક સહિત કુલ પાંચ બાળકોને ગંગા નદીમાં ફેંકી દીધાં હતાં. પોલીસે જણાવ્યું કે મહિલાના પતિ સાથે ઝઘડો થતાં બધા બાળકોને નદીમાં ફેંકી પોતે પણ કૂદી ગઈ છે. બધા જ બાળકો નદીમાં ડૂબી ગયાં.

ભદોહીના ગોપીગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રનો મામલો

ભદોહીના ગોપીગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રનો મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ જહાંગીરાબાદ ગામ નિવાસી મૃદુલ યાદવ ઉર્ફે મુન્નાઈ પ્રાઈવેટ નોકરી કરે છે. તેની પત્ની મંજૂ યાદવે મોડી રાતે પોતાના પાંચ બાળકો વંદના (12), રંજના (10), શિવશંકર (08), પૂજા (06), અને સંદીપ (5)ને લઈ ભદોહી સ્થિત ગંગા ઘાટ પર પહોંચી. અહીં તેણે બધા બાળકોને નદીમાં ફેંકી પોતે પણ કૂદકો લગાવી દોધો. જો કે બાદમાં મહિલે પોતે તરીને પાછી બહાર નીકળી ગઈ, પછી આવીને નદી કાંઠે બેસી ગઈ.

પાંચ બાળકોને નદીમાં ડૂબાવી દીધા

પાંચ બાળકોને નદીમાં ડૂબાવી દીધા

રવિવારે સવારે જ્યારે ગ્રામીણોની નજર તેના પર પડી તો ત્યાં કેમ બેઠી પૂછવામાં આવ્યું તો જવાબ આપ્યો કે પાંચ બાળકોને નદીમાં ડૂબાવી દીધા છે. ગ્રામજનોએ આ અંગે પોલીસને સૂચના આપી. પોલીસે મહિલાની પૂછપરછ કરી તેના પતિને બોલાવ્યો. મૃદુલ યાદવ ગત રાત કોઈ સંબંધીને લઈ ઝારખંડ ગયો હતો. સૂચના મળ્યા બાદ તે ઘટના સ્થળે પહોંચ્યો. તેણે જણાવ્યું કે પત્ની માનસિક રૂપે સ્વસ્થ છે પરંતુ સમજમાં નથી આવતું કે તેણે આવું કેમ કર્યું.

પોલીસ મામલાની તપાસ કરી રહી છે

પોલીસ મામલાની તપાસ કરી રહી છે

જ્યારે બાળકોને માએ આરોપ લગાવ્યો કે તેના પતિ સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. અવાર નવાર તેને પીટતો હતો. જેને પગલે તેણે આવો નિર્ણય લીધો. કોતવાલ કૃષ્ણાનંદ રાયે જણાવ્યું કે, તરવૈયાની મદદથી બાળકોની શોધખોળ ચાલી રહી છે.

પીએમ મોદીનુ કાલે 10 વાગે સંબોધન, લૉકડાઉન લંબાવવા અંગે કરી શકે છે એલાનપીએમ મોદીનુ કાલે 10 વાગે સંબોધન, લૉકડાઉન લંબાવવા અંગે કરી શકે છે એલાન

English summary
mother jumped into the river Ganges with her five children in Bhadohi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X