For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો

Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો

|
Google Oneindia Gujarati News

મેરઠઃ સોમવારે અનંતનાગના બાદૂરા ગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય આર્મીના ઑફિસર મેજર કેતન શર્મા શહીદ થઈ ગયા. મેજર કેતન શર્મા 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા અને શહાદત પહેલા તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના ત્રણ સાથીનો જીવ બચાવ્યો. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં રહેતા મેજર કેતન પોતાના માતા-પિતાના એકમાત્ર દીકરા હતા. પોતાના લાડલાને માત્ર 32 વર્ષની ઉંમરમાં જ ગુમાવી દેનાર માતાના રડી રડીને ખરાબ હાલ છે. મંગળવારે જ્યારે આર્મી ઑફિસર્સ તેમના ઘરે પહોંચ્યા તો તેમની મા સામે તેઓ બધા જ બેબસ થઈ ગયા.

સિંહની માને કેમ છોડી ગયા

મેજર કેતનના પિતા મોદી કોન્ટિનેંટલથી રિટાયર છે અને તેમની એક બહેમ છે મેઘા. મેઘાના લગ્ન થઈ ચૂક્યા છે. મેજર કેતનના માતા વારંવાર ઑફિસર્સને પકડીને કહી રહ્યાં હતાં કે મને જણાવો મારો સિંહ દીકરો ક્યાં ગયો? મેજર કેતનની મા તેના દીકરાને એક સિંહ કહીને બોલાવી રહ્યાં હતાં અને કહી રહ્યાં હતાં કે જ્યારે સિંહને લઈ ગયા તો તેની માને કેમ છોડીને જતા રહ્યા, તેને પણ લઈ જવી હતી. પિતા પણ પોતાના દીકરાને યાદ કરી રોવા લાગે છે.

વર્ષ 2012માં આર્મી ઑફિસર બન્યા

વર્ષ 2012માં આર્મી ઑફિસર બન્યા

મેજર કેતનનો જન્મ ચાર ઓક્ટોબર 1987ના રોજ થયો હતો. વર્ષ 2012માં કેતન ઈન્ડિયન મિલિટ્રી એકેડમીથી ગ્રેજ્યુએટ થઈ લેફ્ટિનેન્ટ તરીકે સેનામાં ગયા. 57 એન્જીનિયર રેજીમેન્ટમાં તેમનું પહેલું પોસ્ટિંગ પુણામાં થયું હતું. બે વર્ષ પહેલા જ તેમનું પોસ્ટિંગ અનંતનાગમાં કરવામાં આવ્યું હતું. મેજર કેતનના લગ્ન દિલ્હીની રહેતી ઈરા સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા અને બંનેને ચાર વર્ષની દીકરી કાઈરા છે.

પોતાના સાથીઓનો જીવ બચાવ્યો

પોતાના સાથીઓનો જીવ બચાવ્યો

મેજર કેતન મેરઠ કંકરખેડાની શ્રદ્ધાપુરી કોલોનીના રહેવાસી હતા. મેજર કેતને શહીદ થતા પહેલા બે આતંકીઓને ઠાર માર્યા હતા. તેમના સાથી મેજર રાહુલ અને ત્રણ જવાન એન્કાઉન્ટરમાં ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. મેજર કેતને પોતાના જીવની પરવા કર્યા વિના આતંકીઓની ભારે ગોળીબાર વચ્ચેથી પોતાના ત્રણેય સાથીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. પોતાના સાથીઓને બચાવ્યા બાદ તેઓ ખુદ આતંકીઓને જવાબ આપવા ચાલ્યા ગયા. આતંકીઓ ઝાડીમાં છૂપાયા હતા અને તેઓ એ ઝાડીમાં આગ લગાવવાની તૈયારી કરી ચૂક્યા હતા.

ફોન કોલનો ઈંતેજાર હતો

ફોન કોલનો ઈંતેજાર હતો

આતંકીઓ વિરુદ્ધના ઑપરેશનમાં તેમણે પોતાના ટ્રૂપ્સનું બહાદુરીથી નેતૃત્વ કર્યુ મેજર કેતન આતંકીઓને જવાબ આપી જ રહ્યા હતા કે એક ગોળી તેમના માથામાં લાગી ગઈ. ગંભીર રીતે ઘાયલ મેજરને બચાવવા ડોક્ટર્સે લાખો કોશિશો કરી પરંતુ તેમને બચાવી ન શકાયા. મેરઠના ઘરેથી મેજર કેતનના માતા-પિતા તેમના કોલનો ઈંતેજાર કરી રહ્યા હતા. દીકરો શહીદ થયો હોવાના જેવા સમાચાર આવ્યા કે આખા ઘરમાં માતમ છવાઈ ગયો.

અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યોઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો

English summary
mother of martyr major ketan asks where is my son
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X