For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માતાએ 1000 રૂપિયામાં દીકરીને વેચી, ગેંગરેપ પછી ગર્ભવતી

હરિયાણામાં સગી માતાએ 1000 રૂપિયા માટે દીકરીની ઈજ્જતનો સોદો કરી નાખ્યો. આખો મામલો હિસાર જિલ્લાના હાંસીનો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં સગી માતાએ 1000 રૂપિયા માટે દીકરીની ઈજ્જતનો સોદો કરી નાખ્યો. આખો મામલો હિસાર જિલ્લાના હાંસીનો છે. 15 વર્ષની નાબાલિક દીકરીએ માતાએ કરેલા વર્તાવની માહિતી જાતે પોલીસને આપી. પીડીતાએ પોલીસને જણાવ્યું કે તેની માતાએ ખોટું બોલીને તેને એક યુવક સાથે જવા માટે કહ્યું. તે યુવક સાથે ચાલી ગઈ પરંતુ ત્યારપછી જે હકીકત સામે આવી તેનાથી યુવતીની દુનિયા જ બદલાઈ ગઈ. ત્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: રેપ પીડિતા અને આરોપીને જીવતા સળગાવી દો: પંચાયતનો નિર્ણય

બહાનું કાઢીને માતા મંદિર લઇ ગઈ ત્યારપછી ખોટી કહાની સંભળાવીને યુવક સાથે મોકલી

બહાનું કાઢીને માતા મંદિર લઇ ગઈ ત્યારપછી ખોટી કહાની સંભળાવીને યુવક સાથે મોકલી

નાબાલિક અનુસાર તેની સાથે થયેલી ગેંગરેપ ઘટના દોઢ વર્ષ જૂની છે. તે દિવસે માતા સાથે મંદિર ગઈ હતી. મંદિર બહાર એક યુવક બાઈક લઈને ઉભો હતો. માતાએ દીકરીને કહ્યું કે તેઓ યુવક સાથે જાય. તે તેને એક લગ્ન સમારોહમાં લઈને જશે. માતાની વાત માનીને યુવતી બાઈક પર બેસી ગઈ.

ખંડેરમાં લઈને પહોંચ્યો યુવક, ત્યાં બીજા ત્રણ યુવકો પણ હતા

ખંડેરમાં લઈને પહોંચ્યો યુવક, ત્યાં બીજા ત્રણ યુવકો પણ હતા

માતાએ દીકરીને કહ્યું હતું કે તે તેને લગ્ન સમારોહમાં લઈને જશે, પરંતુ તે યુવતીને લઈને બીજી જ જગ્યા પર પહોંચ્યો. તે જગ્યા ખુબ જ સુમસાન હતી અને ખંડેર જેવું જૂનું મકાન હતું. તે મકાનમાં ફક્ત એક પલંગ હતો અને ત્યાં બરાબર પ્રકાશ પણ આવતો ના હતો. નાબાલિકે જણાવ્યું કે તે મકાનમાં બીજા ત્રણ યુવકો હતા. ચારે યુવકોએ તેનો બળાત્કાર કર્યો.

ગેંગરેપના બીજા દિવસે યુવક માતાને 1000 રૂપિયા આપી ગયો

ગેંગરેપના બીજા દિવસે યુવક માતાને 1000 રૂપિયા આપી ગયો

નાબાલિકે પોલીસને જણાવ્યું કે બીજા દિવસે તે યુવક ઘરે આવ્યો અને તેની માતાને 1000 રૂપિયા આપીને ચાલ્યો ગયો. પીડિતાની દર્દભરી કહાની અહીં જ પુરી નથી થતી. ગેંગરેપ પછી તે ગર્ભવતી પણ છે. પોલીસે પીડિતાની ફરિયાદ પર તેની માતા અને ગેંગરેપના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ બાકીના બે આરોપીઓની શોધ માટે છાપામારી કરી રહી છે.

English summary
Mother Sell Her 15 years old daughter for rupees one thousand, now girl, pregnant after gang rape by four boys.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X