For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ પોલીસ અધિકારીઓ સાથે ગ્વાલિયરમાં મુલાકાત કરશે. આ ત્રણ દિવસ ચાલનારી બેઠકમાં ટોચના પોલીસ અધિકારીઓ ભાગ લેવાના છે.

By Kajal
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ પોલીસ અધિકારીઓ સાથે ગ્વાલિયરમાં મુલાકાત કરશે. આ ત્રણ દિવસ ચાલનારી બેઠકમાં ટોચના પોલીસ અધિકારીઓ ભાગ લેવાના છે. આ બેઠક ગ્વાલિયરના ટેકનપુર સ્થિત બીએસએફ એકેડમિમાં યોજાવાની છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી આ બેઠકમાં તમામ રાજ્યના ડી.જી.પી, ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સાથે બેઠક કરવાના છે. જેમાં તેઓ નવી રીતે થતા ગુનાઓ જેમાં સાઇબર આંતકવાદ અને યુવાઓને આંતકવાદી પ્રવૃતિઓ તરફ વળતા રોકવા જેવા અગત્યનાં મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Narendra Modi

વડાપ્રધાનની દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની આ ચોથી એવી બેઠક છે, જે દિલ્હીમાં નહીં પરંતુ અન્ય રાજ્યમાં થઈ રહી છે. દેશની રાજધાની દિલ્હીની જગ્યાએ અન્ય કોઇ સ્થળે આવી બેઠકોના આયોજનની શરૂઆત પણ નરેન્દ્ર મોદીએ જ કરી હતી. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે આ બેઠક દિલ્હીની બહાર કરવાનો નિર્ણય કર્યો, તે પહેલા આ બેઠક માત્રને માત્ર દિલ્હીમાં થતી હતી. વડાપ્રધાન મોદીએ આ અગાઉ પણ ઉચ્ચ સ્તરના પોલીસ અધિકારીઓ સાથે ત્રણ વખત મુલાકાત કરી છે, જેની સૌ પ્રથમ બેઠક 2014માં ગ્વાલિયરમાં કરી હતી. એ બાદ વર્ષ 2015માં ગુજરાતના કચ્છમાં કરી અને ત્રીજી બેઠક 2016માં હૈદ્રાબાદમાં કરી હતી.

English summary
MP: Modi to address top-level police conference in Gwalior today. He has reached to attend the meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X