For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં કોંગ્રેસ ફરીથી આવી તો નવજોત સિદ્ધુને મળશે 'સુપર સીએમ'નુ પદ

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ મોટી વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ શુક્રવાર(11 ફેબ્રુઆરી)એ કહ્યુ કે જો પાર્ટી પંજાબમાં વિધાનસભા ચૂંટણી પછી સત્તા જાળવી રાખશે તો નવજોત સિંહ સિદ્ધુને સુપર સીએમનુ પદ મળશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદનો ચહેરો ઘોષિત કર્યા, જેનાથી પાર્ટીમાં નવજોત સિંહ સિદ્ધુના ભવિષ્ય વિશે અટકળો તેજ થઈ ગઈ.

નવજોત સિંહ સિદ્ધુ બનશે 'સુપર સીએમ'

નવજોત સિંહ સિદ્ધુ બનશે 'સુપર સીએમ'

કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ, 'તેમને(નવજોત સિંહ સિદ્ધુ)ને 'સુપર સીએમ' પદ આપવામાં આવશે. જો કે, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રી પદ માટે ચન્ની સાથે રહેવાના પાર્ટીના નિર્ણયનુ સ્વાગત કરીને કહ્યુ કે પંજાબના સામાન્ય માનવીની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છુ અને ચૂંટણીના દિવસે તહેવારની જેમ મતદાન કરવા માટે નીકળશે.'

'પંજાબનો દરેક ગરીબ ગુરુદ્વારામાં ચન્ની માટે પ્રાર્થના કરી રહ્યો છે'

'પંજાબનો દરેક ગરીબ ગુરુદ્વારામાં ચન્ની માટે પ્રાર્થના કરી રહ્યો છે'

કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ કહ્યુ, 'પંજાબનો દરેક નાગરિક ગુરુદ્વારા અને મંદિરોમાં ચન્ની માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગરીબ કહી રહ્યા છે કે જો ચન્ની સત્તામાં આવશે તો અમારા બાળકો ભણી શકશે અને કોઈક દિવસ મુખ્યમંત્રી બનવાનુ સપનુ જોઈ શકશે. લોકો ચન્નીને મત આપશે. ચૂંટણીનો દિવસ તેમના તહેવારની જેમ છે. આનાથી ભાજપ અને આપ ડરી ગયા છે.'

સિદ્ધુની દીકરી બોલી - એક ઈમાનદાર વ્યક્તિને રોકી ન શકાય

સિદ્ધુની દીકરી બોલી - એક ઈમાનદાર વ્યક્તિને રોકી ન શકાય

કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા બાદથી એકજૂટ ચહેરો રાખવાની કોશિશ કરી છે. ત્યાં સુધી કે સિદ્ધુ અને તેમના વફાદારોના નિવેદન પણ પાર્ટીમાં મોઢુ ચડાવતા દેખાઈ રહ્યા છે. સિદ્ધુની દીકરી રાબિયા કૌરે શુક્રવારે દાવો કર્યો કે 'એક ઈમાનદાર વ્યક્તિને લાંબા સમય સુધી રોકી ન શકાય.' સિદ્ધુની દીકરી રાબિયાનુ એ નિવેદન દર્શાવે છે કે પંજાબ કોંગ્રેસનો મુદ્દો હજુ ખતમ નથી થયો.

બની શકે છે કે હાઈકમાન્ડની અમુક મજબૂરી રહી હોય

બની શકે છે કે હાઈકમાન્ડની અમુક મજબૂરી રહી હોય

રાબિયાએ કહ્યુ, 'બની શકે છે કે તેમની(હાઈકમાન્ડ)ની અમુક મજબૂરી રહી હોય. આમાં મારે કંઈ કહેવાનુ નથી પરંતુ આ તેમના માટે સારુ છે.' રાબિયાએ કહ્યુ, 'એક દીકરી તરીકે હું કહેવા માંગુ છુ કે એનાથી કોઈ ફરક નથી પડતો કે તે(નવજોત સિંહ સિદ્ધુ) પંજાબ ચૂંટી માટે મુખ્યમંત્રીનો ચહેરો નથી પરંતુ એક દિવસ તે મહાન કામ કરશે કારણકે તેમની છબી સાફ છે.'

English summary
MP Ravneet Singh Bittu says Navjot Sidhu will get 'Super CM' post if Congress retains power in Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X