મોંધવારી મુદ્દે 'મુલાયમ' થયા નેતા જી, કહ્યું ઐયાશીથી વધી મોંધવારી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 29 એપ્રિલ: નેતાજી રેલી કરી અને તેમની જીભ ન લપસે, એમ કેવી રીતે બની શકે. મોંઘવારી મુદ્દે દેશની રાજકીય પાર્ટીઓ તરફથી સમયાંતરે ઘણી પરિભાષાઓ સામે આવી ચૂકી છે, જેને લઇને વિવાદ પણ જોરદાર થયા છે. પરંતુ ફરી એકવાર આ મુદ્દે વિવાદીત નિવેદન આવ્યું છે.

આ વખતે સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવે મોંઘવારીને લઇને આ વાહિયાત નિવેદન આપ્યું છે. સપા સુપ્રિમોના અનુસાર મોંઘવારી વધવાનું કારણ લોકોની ઐયાશી અને વધતા જતા શોખ છે. તેમણે સીધી રીતે લોકો ઐયાશી પ્રવૃતિને જ મોંઘવારીનું કારણ ગણાવી દિધું. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું.

mulayam-singh-yadav-610

મુલાયમ સિંહ યાદવે આ વાત બાંદામાં એક રેલીને સંબોધિત કરતાં કહી. જનસૈલાબથી જોશમાં આવેલા મુલાયમે હસતાં હસતાં મોંધવારીથી કંટાળેલી જનતા પર આકરા પ્રહાર કર્યા. તે એક ઝટકામં કહી ગયા કે મોંઘવારી ક્યાંય નથી, જ્યાં ઐયાશે છે, ત્યાં મોંઘવારી છે.

English summary
Mulayam Singh Yadav targets common people by saying that there is no price-rise but luxuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X