For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં આજે બપોરે 1 વાગે હાઇ ટાઇડની ચેતવણી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 જુલાઇ : મુંબઇ મહાનગરમાં મંગળવાર 23 જુલાઇના રોજ આખો દિવસ ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આખી રાત ચાલુ રહ્યા બાદ આજે સવારે પણ વરસાદે અટકવાનું વિરામ લીધો નથી. આ કારણે મુંબઇના પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવનને રોજીંદા કાર્યોમાં અટવાવવું પડી રહ્યું છે.

આજે અંધેરી, બોરીવલી, ગિરગામ, હિંદમાતા, પરેલ, સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ છે. આ સાથે હવામાન વિભાગે આપેલા એલર્ટને પગલે મુંબઇ મહાનગર પાલિકાએ અગમચેતીના પગલા રૂપે હાઇ ટાઇડની ચેતવણી જાહેર કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મુંબઈમાં બપોરે 1.07 વાગ્યે દરિયામાં ભરતીનો સમય આપવામાં આવ્યો છે. આ સમયે મોજાં 4.91 મીટર જેટલા ઉંચા ઉછળવાની સંભાવના છે. મહાપાલિકા જો એક્ઝિટ સ્ટોર્મ ગેટ બંધ કરશે તો શહેરમાં અભૂતપૂર્વ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

1

1

મુંબઇ લોકલ ટ્રેનના ટ્રેક પર પાણી ભરાઇ ગયા

2

2

ભારે વરસાદમાં મરીન ડ્રાઇવ પર ચાલતા લોકો

3

3

નવી મુંબઇમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા જનજીવન ખોરવાયું

4

4

વરસતા વરસાદમાં બેગ ખેંચીને જતો મુસાફર

5

5

ભારે વરસાદ બાદ ટ્રેન ટ્રેક પર ભરાયેલા પાણીમાં ચાલતા મુસાફરો

6

6

ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનો વિલંબથી ચાલી રહી હતી

મુંબઈવાસીઓને હવામાન વિભાગ અને મહાપાલિકાની સલાહ છે કે ભારે વરસાદ અને જુલાઈ મહિનાની આજે સૌથી મોટી ભરતીનું જોખમ હોવાથી જરૂર વગર ઘરની બહાર નીકળવું નહીં. ભારે વરસાદ ચાલુ રહેતાં મુંબઈમાં ઘણી શાળાઓએ આજે રજા જાહેર કરી દીધી છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન, બંને એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક ધીમી ગતિએ છે.

ગઈ કાલે બંધ થયેલી હાર્બર લાઈનની રેલવે સેવા આજે સવારથી ફરી શરૂ થઈ છે, જો કે ટ્રેન વિલંબથી ચાલી રહી છે. મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો પણ મોડી દોડી રહી છે.

BMC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ - 108
ફરિયાદ - 1916

English summary
Mumbai corporation declared High tide warning today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X