For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ ટાવરમાં આગ લાગતા 10 વર્ષની બાળકીએ સૂઝબૂઝથી 17 ના જીવ બચાવ્યા

મુંબઈના પરેલ વિસ્તારમાં ક્રિસ્ટલ ટાવરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં આ બિલ્ડિંગમાં રહેતી 10 વર્ષની જેન સદાવર્તે આગથી માત્ર પોતાને જ નહિ પરંતુ પોતાની સૂઝબૂઝથી પરિવાર અને પડોશીઓના પણ જીવ બચાવ્યા.

|
Google Oneindia Gujarati News

મુંબઈના પરેલ વિસ્તારમાં ક્રિસ્ટલ ટાવરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. 17 માળની આ ઈમારતમાં 12 માં માળે આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની 20 ગાડીઓની મહામહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ દૂર્ઘટનામાં 20-25 લોકોને ક્રેનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ 4 લોકોના જીવ બચાવી શકાયા નહોતા. આ બિલ્ડિંગમાં રહેતી 10 વર્ષની જેન સદાવર્તે આગથી માત્ર પોતાને જ નહિ પરંતુ પોતાની સૂઝબૂઝથી પરિવાર અને પડોશીઓના પણ જીવ બચાવ્યા.

mumbai fire

પરેલમાં હિંદમાતા સિનેમા પાસે ક્રિસ્ટલ ટાવરમાં બુધવારે સવારે 8 વાગે આગ લાગી ગઈ. આગ બિલ્ડિંગના 12 માં માળ પર લાગેલી હતી જેમાં 10 વર્ષની જેન સદાવર્ત પણ પોતાના પરિવાર સાથે ફસાઈ ગઈ હતી. જ્યાં આવી મુશ્કેલ ઘડીમાં લોકો કંઈ પણ વિચારવા સમજવા અસમર્થ થઈ જાય છે ત્યાં આ 10 વર્ષની બાળકી જેનની સૂઝબૂઝથી પરિવાર અને પડોશીઓના જીવ બચાવી શકાયા. મુંબઈ મિરરના જણાવ્યા અનુસાર 12 માં માળે જેવી આગ લાગી કે તરત જ ધૂમાડો વધવાનું શરૂ થઈ ગયુ. જેને ઘરમાંથી થોડા કપડા લીધા અને તેને પાણીથી ભીના કરી દીધા.

આ પણ વાંચોઃ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે નિધનઆ પણ વાંચોઃ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે નિધન

ત્યારબાદ જેને તે બધા કપડા પોતાના પરિવાર અને પડોશીઓમાં વહેંચી દીધા. જેને બધાન કહ્યુ કે આ કપડા પોતાના નાક પર બાંધી લો અને શ્વાસ લેવાની કોશિશ કરો. જેને પરિવાર અને પડોશીઓને આમ કરવાનું એટલા માટે કહ્યુ કારણકે ધૂમાડામાં કાર્બનની માત્ર ઘણી વધારે હોય છે. ભીનું કપડુ હવામાંથી કાર્બન શોષી લે છે અને આના માધ્યમથી ઓક્સજનને શ્વાસમાં લેવામાં તમારા માટે સરળ બની જાય છે. આગ લાગવા પર રેસ્ક્યુ માટે આ કરવામાં આવે છે જેથી લોકોનું શ્વાસ રૂંધાવાના કારણમે મોત ના થઈ જાય.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ કોંગ્રેસ નેતાને મોકલી નોટિસઆ પણ વાંચોઃ રાફેલ ડીલઃ અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ કોંગ્રેસ નેતાને મોકલી નોટિસ

જેનની સૂઝબૂઝથી 17 લોકોના જીવ બચી શક્યા. બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને 2 કલાકનો સમય લાગ્યો. ફાયર બ્રિગેડે 25 લોકોને આગથી બચાવ્યા જ્યારે ચાર લોકોના શ્વાસ રૂંધાવાના કારણે મોત થઈ ગયા હતા. કહેવાય છે કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતુ.

English summary
Mumbai Crystal Tower Fire Broke Out: 10-Year-Old Girl Save 17 People From Fire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X