For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢી

મુંબઈમાં ડૉક્ટરોએ એક યુવતીના ફેફસામાંથી 3.5 સેમીની પિન કાઢી છે. 18 વર્ષીય આ યુવતીએ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી પિન ગળી ગઈ હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ડૉક્ટરોએ એક યુવતીના ફેફસામાંથી 3.5 સેમીની પિન કાઢી છે. 18 વર્ષીય આ યુવતીએ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી પિન ગળી ગઈ હતી. એક્સ રેમાં સામે આવ્યુ હતુ કે પિન છોકરીના ફેફસામાં અટકી ગઈ છે. પહેલા ડૉક્ટરોએ એન્ડોસ્કોપી દ્વારા પિન કાઢવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ડૉક્ટરોએ બ્રોન્ચોસ્કોપી દ્વારા પિનને યુવતીના ફેફસામાંથી કાઢી.

આ પણ વાંચોઃ ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યોઆ પણ વાંચોઃ ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો

pin

આ ઘટના નવેમ્બરની છે. ગોવામાં 18 વર્ષીય છોકરીએ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી પિન ગળી લીધી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તેણે પિન પોતાના દાંતોમાં દબાવેલી હતી. ત્યારબાદ છોકરીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં એક્સ-રેમાં સામે આવ્યુ કે પિન તેના ફેફસામાં અટકી ગઈ છે. સ્થાનિક ડૉક્ટરોએ એન્ડોસ્કોપી દ્વારા પિન કાઢવાની કોશિશ કરી પરંત નિષ્ફળ રહ્યા. ગોવામાં ત્રણ મેડીકલ અને બે હોસ્પિટલોના ચક્કર કાપ્યા બાદ છોકરીને મુંબઈ લાવવામાં આવી.

મુંબઈના ચેમ્બુર સ્થિત જૈન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રોન્ચોસ્કોપી દ્વારા છોકરીને ફેફસામાંથી પિન કાઢવામાં આવી. છોકરીએ 21 નવેમ્બરે પિન ગળી ગઈ હતી અને 27 નવેમ્બરે તેના ફેફસામાંથી 3.5 સેમીની આ પિન કાઢવામાં આવી. ડૉ. અરવિંગ કેટે જણાવ્યુ કે પિન કાઢવામાં મોડુ થવાથી હ્રદય અને ફેફસાંની બ્લડ વેસલ્સને નુકશાન પહોંચી શકતુ હતુ. આ ઉપરાંત ઈન્ફેક્શનનો પણ ડર હતો કારણકે શરીરમાં એક અઠવાડિયાથી વધુ મેટલ હાજર હતુ. ડૉક્ટરોએ જણાવ્યુ કે બ્રોન્ચોસ્કોપી દ્વારા પણ પિન કાઢવી મુશ્કેલ હતી પરંતુ બધુ યોગ્ય રહ્યુ. છોકરીના ભાઈએ ડૉક્ટરોનો આભાર માનતા કહ્યુ કે હવે તે ઠીક છે.

English summary
Mumbai: Doctors Remove 3.5 cm Pin From 18-Year-Old Girl Who Swallowed It Accidentally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X