For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિકતાને ગુનાહિત શ્રેણીમાંથી બહાર રખાયા બાદ પ્રથમ ગે મેરેજ પાર્ટી, જાણો કોણ છે

સુપ્રીમ કોર્ટ દ્વારા આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિકતાને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરાયા બાદ મુંબઈમાં પહેલી ગે મેરેજ પાર્ટીનું આયોજન થયુ.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ દ્વારા આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિકતાને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરાયા બાદ મુંબઈમાં પહેલી ગે મેરેજ પાર્ટીનું આયોજન થયુ. આ લગ્ન રેનબો વૉઈસ મુંબઈના ફાઉન્ડર વિનોદ ફિલિપ (43) અને ફ્રાંસના તેમના દોસ્ત વિન્સેન્ટ (47) કર્યા હતા. લગ્ન બાદ બંનેએ એક હોટલમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં માત્ર પરિવારવાળા જ નહિ પરંતુ બધા સ્ટાફ પણ શામેલ થયા. જો કે છેલ્લા સમય સુધી હોટલ સ્ટાફને આ વાતની જાણકારી નહોતી કે આ એક જ સેક્સવાળાના લગ્નની પાર્ટી છે. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે કોઈ પણ પ્રકારના ડરની આશંકાને ટાળી શકાય.

gay marriage

દાદરની એક બેકરીમાં પણ જ્યારે આ કપલે સંપર્ક કર્યો તો તેમણે પણ તેમની સાથે પૂર્વગ્રહ ન દર્શાવ્યો. બેકરીના માલિક નેહા બંદિવાડેકરે આને ઉત્સવનો હિસ્સો બનવાના સમ્માન રૂપે જોયુ. તેમણે કહ્યુ, 'લગ્નનો સમારંભ પ્રેમનો ઉત્સવ છે. અમે આને સેક્સ સાથે જોડીને નથી જોતા. મને આશા છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના બીજા સમલૈંગિક લગ્નના કપલની મદદ કરી શકીશ.' આ જોડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાંસમા લગ્ન કર્યા હતા પરંતુ ફિલિપને મુંબઈથી અતૂટ લગાવ છે. 2014માં તેમણે ચેન્નઈથી અહીં આવીની એલજીબીટી સમાજ માટે કામ કરવાની શરૂઆત કરી અને તેમને અહીંથી નવી ઓળખ મળી.

મુંબઈ શહેરથી આ લગાવના કારણે તેમણે અહીં લગ્ન સમારંભ રાખ્યો. પેરિસમાં રહેતા ફિલિપે કહ્યુ, 'હું મુંબઈમાં રહેતો હતો અને અહીંની એનજીઓ હમસફર ટ્રસ્ટ (કે જે એલજીબીટી અધિકારોને પ્રોત્સાહન આપે છે) જેમણે તેમને હંમેશા પ્રોત્સાહિત કર્યા. આ એનજીઓના માધ્યમથી છેવટે ચેન્નઈમાં પોતાના પરિવાર અને દોસ્તોમાંથી બહાર નીકળીને આવ્યો.' ફિલિપે જણાવ્યુ કે તે એક બહુ જ રૂઢિવાદી ઈસાઈ પરિવારના હતા. પહેલા તેમના નિર્ણયથી બધા શોકમાં અને આશ્ચર્યમાં હતા પરંતુ તેમના માતાપિતાની અંતિમ સ્વીકૃતિએ તેમના બધા પૂર્વાગ્રહોને ખતમ કરી દીધા. તેમના પરિવારે ધાર્મિક મૂલ્યોની પરવા ન કરીને તેમના વિશે વિચાર્યુ.

આ પણ વાંચોઃ મા-બાપ સામે કેસ કરવાની તૈયારીમાં આ વ્યક્તિ, 'મારી મંજૂરી વિના મને પેદા કેમ કર્યો?'આ પણ વાંચોઃ મા-બાપ સામે કેસ કરવાની તૈયારીમાં આ વ્યક્તિ, 'મારી મંજૂરી વિના મને પેદા કેમ કર્યો?'

English summary
Same sex couple host their reception in Mumbai as tribute for giving one of them strength to come out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X