For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટાયર્ડ નેવી ઑફિસરને શિવસેના કાર્યકર્તાઓએ માર્યા, 6ની ધરપકડ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે એક કાર્ટૂને ફોર્વર્ડ કરવુ નેવીના પૂર્વ અધિકારીને ભારે પડી ગયુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે એક કાર્ટૂન ફોર્વર્ડ કરવુ નેવીના પૂર્વ અધિકારીને ભારે પડી ગયુ. શુક્રવારે સાંજે ચાર વાગે લગભગ પાંચ-છ શિવસૈનિકોએ મળીને એક રિટાયર્ડ નેવી ઑફિસર મદન શર્માને ઢોર માર માર્યો. હુમલામાં શર્માને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે જેનો ઈલાજ મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. મુંબઈ પોલિસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોમાં એક શિવસેનાનો શાખા પ્રમુખ કમલેશ કદમ પણ છે.

એક ડઝન શિવસેના કાર્યકર્તાએ મારપીટ કરી

એક ડઝન શિવસેના કાર્યકર્તાએ મારપીટ કરી

પોલિસના જણાવ્યા મુજબ આ ઘટના સવારે લગભગ 11.30 વાગે ઉપનગર કાંદિવલીના લોખંડવાલા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં થઈ છે. તેમણે કહ્યુ, સેવાનિવૃત્ત નેવી ઑફિસર મદન શર્માએ એક વૉટ્સએપ ગ્રુપમાં ઠાકરે પર કાર્ટૂન મોકલ્યુ હતુ. ત્યારબાદ અમુક શિવસેના કાર્યકર્તા તેમના ઘરે ગયા અને તેમની સાથે મારપીટ કરી. મારપીટ કરનાારામાં શિવસેનાના શાખા પ્રમુખ કમલેશ કદમ અને સંજય માંજરે સહિત લગભગ એક ડઝન લોકો હતા.

કાર્ટૂન ફૉર્વર્ડ કરવાના કારણે મને ધમકીભર્યા કૉલ આવ્યા

અધિકારીએ જણાવ્યુ કે ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને હુલ્લડ સંબંધિત જોગવાઈઓ હેઠળ છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે આ કેસમાં મોડી સાંજે કમલેશ કદમ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી. કેસની તપાસ ચાલુ છે. પૂર્વ અધિકારી મદન શર્માએ કહ્યુ કે કાર્ટૂન ફૉર્વર્ડ કરવાના કારણે મને ધમકીભર્યા કૉલ આવ્યા હતા. આજે 8-10 લોકોએ મારા પર હુમલો કર્યો અને મને માર્યો. મે મારી આખી જિંદગી દેશ માટે કામ કર્યુ છે.

કંગનાએ પણ વીડિયો શેર કરી આપી પ્રતિક્રિયા

વળી, રિટાયર્ડ અધિકારીની દીકરી શીલા શર્માએ કહ્યુ કે કાર્ટૂન ફૉર્વર્ડ કરવાના કારણે તેમને ધમકી મળી હતી. શિવસેનાના લોકોએ મારા પિતાજી પર હુમલો કર્યો. બાદમાં પોલિસ અમારા ઘરે આવી અને મારા પિતાને પોતાની સાથે લઈ જવા પર જોર આપ્યુ. અમે સમતા નગર પોલિસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંંધાવી છે. આ સમગ્ર મામલે રાજનીતિ તેજ થઈ ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના ઘણા નેતાઓએ આ સમગ્ર મામલે ખેદ પ્રગટ કર્યો છે. કંગના રનૌતે પણ વીડિયો શેર કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Mumbai Police arrests six Shiv Sena members for attack on ex Navy officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X