મુંબઇ પોલીસ કમિશ્નરનું રાજીનામું, લડશે લોકસભાની ચૂંટણી!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: મુંબઇના પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહરાજીનામું આપી દિધું છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટીલે સત્યપાલ સિંહના રાજીનામાની પુષ્ટિક રી છે. આર આર પાટીલના જણાવ્યા અનુસાર તેમણે વિભાગમાંથી પોલીસ કમિશ્નરના રાજીનામાની જાણકારી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્યપાલ સિંહ ભાજપ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના હોવાની વાત કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તે આ બંને પાર્ટીઓમાંથી કોઇ એકની ટિકટ પર લોકસભાની ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઇકમાન્ડ દ્વારા સત્યપાલ સિંહને પાર્ટી જોઇન કરવાની લીલી ઝંડી મળી ગઇ છે. કહેવામાં આવે છે કે ભાજપ પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી અને વર્તમાન અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે સત્યપાલની ઘણીવાર મુલાકાત થઇ ચૂકી છે.

satyapal-singh

જો કે સત્યપલ સિંહ ભાજપમાં જોડાવવાની વાતને નકારતા રહ્યાં છે. પોલીસ પ્રમુખ સત્યપાલ સિંહની પદોન્નતિમાં વિલંબ કરવાના મુદ્દે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટીલ ઘણી પાર્ટીઓના નિશાના પર આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે સત્યપાલ સિંહની પદોન્નતિની જે ફાઇલ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને એક એપ્રિલ 2013ના રોજ મળી જવી જોઇતી હતી તે પાંચ મહિના પછી 30 સપ્ટેમ્બર 2013ના રોજ મળી. સત્યપાલ સિંહને ડીજીપી તરીકે પ્રમોશન થવાનું હતું. આ જ કારણ તેમના રાજીનામાનું કારણ હોઇ એમ કહેવામાં આવે છે.

English summary
In an unprecedented move, Mumbai Police Commissioner Satyapal Singh on Thursday tendered his resignation to Maharashtra Home Minister RR Patil.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.