For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રમોશન મળ્યા બાદ પતિએ ફરી માંગ્યું દહેજ, ગર્ભવતી પત્નીના કરી નાખ્યા ટુકડે-ટૂકડા

નાલંદા જિલ્લાના હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારના નોનીયા વિગહા ગામમાં એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. સાસરીયાઓએ દહેજની લાલચમાં પુત્રવધૂની હત્યા કરી નાખી હતી. ક્રૂરતાની તમામ હદો વટાવીને પહેલા પરિણીતાની હત્યા કરી અને ત્યારબાદ

|
Google Oneindia Gujarati News

બિહાર : નાલંદા જિલ્લાના હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારના નોનીયા વિગહા ગામમાં એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. સાસરીયાઓએ દહેજની લાલચમાં પુત્રવધૂની હત્યા કરી નાખી હતી. ક્રૂરતાની તમામ હદો વટાવીને પહેલા પરિણીતાની હત્યા કરી અને ત્યારબાદ તેના શરીરના નાના ટુકડાઓ કરી નાખ્યા હતા. મૃતકના પિતાની તપાસ બાદ આ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે જમીનમાં દાટેલી લાશના ટુકડાને પોતાના કબ્જામાં લીધા છે. પોલીસને મૃતદેહને સળગાવવાના પણ પુરાવા મળી આવ્યા છે. જ્યારે પિતાને જાણ થઈ કે, તેમની પુત્રી કાજલ સસરીમાં નથી અને તેનો મોબાઈલ ફોન પણ બંધ છે, જે બાંદ તપાસ કરાત સમગ્ર ઘટના સામે આવી હતી.

dowry murder case

જ્યારે કાજલના પિતાને કંઇક અણબનાવ બન્યા હોવાની શંકા જતા તેમને કાજલની શોધખોળ શરૂ કરી હતી. સબંધીઓએ પોલીસની મદદથી ઘણા દિવસો સુધી તપાસ કરી હતી. જે દરમિયાન હિલસાના નોનીયા વિગહા ગામના એક ખેતરમાં દફનાવાયેલા મૃતદેહના અનેક ટુકડાઓમાં મળી આવ્યા હતા. કાજલના મૃતદેહને પેટ્રોલ છાંટીને સળગાવવાના નિશાન પણ સ્થળ પરથી મળી આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, પટનાના સલીમપુરમાં રહેતા અરવિંદસિંહની પુત્રી કાજલના લગ્ન વર્ષ 2020માં હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારના નોનીયા વિગહા ગામના રહેવાસી જગત પ્રસાદના પુત્ર સંજીત કુમાર સાથે થયા હતા. લગ્ન સમયે સંજીત રેલ્વેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર કામ કરતો હતો. તાજેતરમાં જ તેમને TTEના પદ પર પ્રમોશન મળ્યું હતું. સંજીતને પ્રમોશન મળતાંની સાથે જ તેને 4 લાખ રૂપિયાના વધારાના દહેજની માંગણી કરી હતી.

મૃતક કાજલના સંબંધીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કાજલના સાસરીયાને 80 હજાર રૂપિયા આપ્યા હતા. તેમ છતાં વધુ રકમ ન આપતા સંજીતકુમાર અને તેના પરિવારના સભ્યોએ સાથે મળીને ગર્ભવતી કાજલની હત્યા કરી હતી. આ મામલે તપાસ કરવા પહોંચેલા હિલસા પોલીસ સ્ટેશનના પ્રભારી કિશોરસિંહે જણાવ્યું હતું કે, હાલમાં મૃતકના પિતા અરવિંદસિંહે કાજલની હત્યા કરવાનો ગુનો નોંધાવ્યો છે. તેમને જમાઇ સહિત કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

English summary
A heart wrenching incident has come to light in Nonia Vigha village of Hilsa police station area of ​​Nalanda district of Bihar, where the in-laws killed the daughter-in-law for the greed of dowry. Crossing the limits of cruelty, first killed the married woman and then cut her body into several pieces. However, after the investigation of the father of the deceased, the ruthless murder could be revealed. The police have recovered the pieces of the dead body buried in the ground. The police have also found evidence of burning the dead body. The matter came to light when he got information that his daughter was not in the in-laws house and her mobile phone was also switched off.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X