For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટિકિટ કપાતાં કોપાયમાન થયા જોશી, કહ્યું- એલાન નહિ કરું, શાહે ફેસલો જણાવવો હતો

ટિકિટ કપાતાં ગુસ્સે થયા જોશી, કહ્યું- આ પાર્ટીના સંસ્કાર નહિ

|
Google Oneindia Gujarati News

સત્તામાં બની રહેવા માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે. 2019ની જીત સુનિશ્ચિત કરવા માટે પાર્ટી પસંદગીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી રહીછે. પરંતુ આ કારણે ભાજપના દિગ્ગજ જ પાર્ટી પર ગુસ્સે થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાલ કૃષ્ણ અડવાણીની જેમ જ ભાજપે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. જ્યારે પાર્ટી તરફથી સંગઠન મહાસચિવ રામલાલે તેમને આ વાતની જાણકારી આપી તો તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

જોશીની ટિકિટ પણ કપાણી

જોશીની ટિકિટ પણ કપાણી

જણાવી દઈએ કે સોમવારે ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવવામાં ન આવે. રામલાલે કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તમે પાર્ટી ઑફિસ આવીને ચૂંટણી ન લડવાનું એલાન કરો. જો કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશીએ સીધી રીતે નકારી કાઢી. જોશીએ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ન લડાવવાનો ફેસલો થયો તો એકવાર અધ્યક્ષ અમિત શાહે આવીને મને સૂચિત તો કરવો જોઈતો હતો. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ હી દીધું કે તેઓ પાર્ટી ઑફિસ આવીને આવી ઘોષણા નહિ કરે.

શાહ પર થયા કોપાયમાન

શાહ પર થયા કોપાયમાન

જણાવી દઈએ કે અગાઉ ભાજપે દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ટિકિટ કાપી લીધી ત્યારે પણ ભારે બબાલ થઈ હતી. ગાંધીનગરથી હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. અડવાણીની ટિકિટ કપાતા શત્રુઘ્ન સિન્હા સહિત કોંગ્રેસના નેતા પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાલ કૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરી તેમની ટિકિટ કપાઈ હોવાની જાણકારી આપી હતી.

અડવાણી પણ થયા હતા ગુસ્સે

અડવાણી પણ થયા હતા ગુસ્સે

ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાના તરફથી ચૂંટણી ન લડવાનું એલાન કરે. પરંતુ લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ તૈયાર ન હતા. સૂત્રો મુજબ અડવાણીએ પણ મુરલી મનોહર જોશીની જેમ રામલાલને કહ્યું હતું કે પાર્ટી અમને ટિકિટ આપવા નથી માંગતી તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ખુદ આવીને પાર્ટીનો ફેસલો અમને જણાવવો જોઈએ.

દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ

English summary
murli manohar joshi got angry after loosing licket, says this is not culture of party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X