For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સાથે નિકટતા વધારી રહ્યો મુસ્લિમ સમુદાય!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના મુસલમાનોની વચ્ચે સંબંધોની વાત આવતા જ તમામ રાજનેતા ગુજરાતના ટોપી વિવાદને ઉછાળવામાં લાગી જાય છે. જોકે આ ટોપી વિવાદ કિનારે લાગી ચૂક્યું છે, કારણ કે ખુદ મુસ્લીમ સમુદાય મોદી સાથે નીકટતા વધારી રહ્યું છે.

કેરળની શક્તિશાળી રાજનૈતિક પાર્ટી ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઇચ્છે છે. તેણે વડાપ્રધાન રાહત કોષમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. સાંસદ અને ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના અધ્યક્ષ ઇ. અહમદે આજે અત્રે વડાપ્રધાનને 25 લાખ રૂપિયાનો ચેક ભેંટમાં આપ્યો. સનદ રહેલા ઇ. અહમદ યૂપીએ સરકારમાં મંત્રી પણ રહ્યા છે. જાણકારો માને છે કે ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના ઉક્ત પગલાથી કોંગ્રેસને ચોક્કસ તકલીફ થશે કારણ કે મુસ્લિમ લીગ તેની કેરળમાં સહયોગી પાર્ટી રહી છે. બંનેમાં ચૂંટણી તાલમેલ રહે છે.

modi
રાહત કાર્યોમાં ઉપયોગ
આ રાશિ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષને પૂર રાહત અને પુનર્વસન કાર્યો માટે પ્રદાન કરવામાં આવી છે. કેરળના રાજકારણને સમજનારા કહે છે કે મુસ્લિમ લીગના 25 લાખ રૂપિયાનો ચેક વડાપ્રધાનને આપવો ઘણું બધું કહે છે. જોકે આ રાશિનો સારી રીતે ઉપયોગ થશે જ, આની સાથે જ મુસ્લિમ લીગે વડાપ્રધાન મોદી તરફ મૈત્રીનો હાથ પણ લંબાવી દીધો. એટલું જ નહીં, ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ નેતા ઇ. અહમદે રાહત કાર્યો માટે વડાપ્રધાનને દરેક સંભવ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.

દરેક લોકસભામાં સભ્ય
મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ કોંગ્રેસ ઉપરાંત એક માત્ર પાર્ટી દેશમાં છે, જેનો દરેક લોકસભામાં સભ્ય ચૂંટાઇ આવતો રહ્યો છે. મુસ્લિમ લીગ અને ભાજપાના કેરળમાં હંમેશા સંબંધ ખાસો કટુ રહ્યો છે.

English summary
Muslim League keen to establish good ties with Prime minister Narendra Modi. Muslim league leader E.Ahmad met Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X