પીએમ મોદીના સમર્થનમાં આવી મુસ્લિમ મહિલાઓ, ત્રણ તલાક સામે કરશે કિચન હડતાળ

Subscribe to Oneindia News

દેશભરમાં ત્રણ તલાકને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હવે આ ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી મહિલાઓએ અવાજ ઉઠાવવાનો શરુ કરી દીધો છે.

ત્રણ તલાકને ગણાવ્યા અમાનવીય

વારાણસીમાં મહિલાઓએ ત્રણ તલાકની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાનું શરુ કરી દીધુ છે અને આ પરંપરાને તેમણે મહિલાઓ માટે અપમાનજનક ગણાવી હતી. વારાણસીમાં મુસ્લિમ મહિલા ફાઉંડેશને મુસ્લિમ મહિલા કાર્યાલય શરુ કર્યુ છે. વળી, તેમણે ત્રણ તલાકની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.

talak

આ કાર્યક્રમમાં જોડાયેલી મહિલાઓએ ત્રણ તલાકને માનવાની મનાઇ કરતા આ પ્રથાનો કડક વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. મહિલાઓએ આ પ્રથાના વિરોધમાં કિચન હડતાળ પર જવાનો પણ નિર્ણય કર્યો હતો.

તલાકવાળી મહિલાઓએ વર્ણવ્યુ પોતાનુ દુખ

કાર્યક્રમમાં તલાકવાળી ઘણી મહિલાઓએ ભાગ લીધો અને પોતાની પીડા વર્ણવી. એક મહિલાએ કહ્યું કે તલાક બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયુ છે. તલાક બાદ કોઇ અમારી પીડા સાંભળવા તૈયાર નથી.

પતિનો પણ કરશે વિરોધ

મુસ્લિમ મહિલા ફાઉંડેશનની અધ્યક્ષ નાઝનીન અંસારીએ કહ્યુ કે અમે નિર્ણય કર્યો છે કે ત્રણ તલાકનો જોરશોરથી વિરોધ કરીશુ. અમે તેનો પણ વિરોધ કરીશુ જે આ પ્રથાનુ સમર્થન કરે છે. એટલુ જ નહિ, જો અમારા પતિઓ આ પ્રથાનું સમર્થન કરશે તો અમે કિચન હડતાળ કરીશુ.

નાઝનીને કહ્યું કે ત્રણ તલાકના વિરોધમાં કડક કાયદો હોવો જોઇએ જેથી મહિલાઓને શારીરિક અને માનસિક પીડામાંથી બચાવી શકાય. તેમણે ત્રણ તલાકને માત્ર અમાનવીય જ નહિ પરંતુ ગુનો પણ ગણાવ્યો હતો.

ત્રણ તલાક સામે કરશે સંમેલન

નાઝનીને કહ્યું કે અમે એ લોકોનો વિરોધ કરીશુ જે ત્રણ તલાકનું સમર્થન કરશે. મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાક સામે સંમેલન કરવાની પણ તૈયારી કરી રહી છે. એટલુ જ નહિ અમે લૉ કમિશન પાસે જવાની પણ તૈયારી કરી રહ્યા છે.

English summary
Muslim women support PM Modi for Triple Talaq in Varanasi. Women to oppose to all those who favor triple talaq.
Please Wait while comments are loading...