ત્રણ તલાક માટે મુસ્લિમ સમાજે આગળ આવવું જોઇએ: PM

Posted By:
Subscribe to Oneindia News

ત્રણ તલાક મામલે મામલે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું નિવેદન આપ્યું ખરા! પીએમ મોદીએ આ મામલે રાજનીતિની બહાર રહીને મુસ્લિમ સમાજ દ્વારા જ આનું નિરાકરણ નીકાળવાની વાત કરી છે. તેમણે આ મામલે સમાજના લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે "હું મુસ્લિમ સમાજના લોકો ને આગ્રહ કરું છું કે ત્રણ તલાક મુદ્દાને રાજનૈતિક મુદ્દો ન બનવા દો. તમે લોકો આમાં આગળ આવીને સમાધાન કરો."

modi

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે મુસ્લિમ સમાજ મુસ્લિમ મહિલાઓને ન્યાય ચોક્કસથી આપશે. તેમણે કહ્યું કે ત્રણ તલાક જેવા મુદ્દે મુસ્લિમ સમાજે પોતે લડવું પડશે. અને ખાલી આનાથી પોતાની સમસ્યાનો અંત જ નહીં પણ સમગ્ર દુનિયા સામે એક ઉત્તર ઉદાહરણ આપવું પડશે. સાથે જ તેમણે મહિલાઓના હક માટેની લડાઇ માટે તમામ વર્ગોને સાથે આવવાની વાત કરી. સામાજિક ભેદભાવ મામલે તેમણે કહ્યું કે દેશમાં બધાએ સાથે આવી સૌના વિકાસ માટે પ્રયાસ કરવો જરૂરી છે.

નોંધનીય છે કે ત્રણ તલાક મામલે પીએમ મોદી સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાનું નિવેદન આપી ચૂકી છે. કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં આ મામલે પોતાને જે અરજી આપી છે તેમાં કહ્યું છે કે આવી પ્રથાઓ મુસ્લિમ મહિલાઓને અન્ય સમુદાયની મહિલાની તુલનામાં અસમાન અને નબળી બનાવે છે. અને સંવિધાનમાં આપવામાં આવેલા મહિલાના મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે. એટલું જ નહીં મુસ્લિમ સમાજને મહિલાઓ પણ સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં આ પ્રથા અંગે પોતાનો વિરોધ નોંધાવી ચૂકી છે.

English summary
Muslims has to find the solution of triple talaQ issue:PM Modi
Please Wait while comments are loading...