For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરનગર: ખેડૂતોની મહાપંચાયત શરૂ, વરુણ ગાંધીના નિવેદનથી ભાજપમાં રાજકારણ ગરમાયું

કેન્દ્રની મોદી સરકારના કૃષિકાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિશાળ વિરોધપ્રદર્શનની મહાપંચાયત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શરૂ થઈ ગઈ છે.મંચ પરથી ખેડૂતનેતા કહી રહ્યા છે કે, "સરકાર કહે છે કે અમુક ખેડૂતો કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કેન્દ્રની મોદી સરકારના કૃષિકાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિશાળ વિરોધ-પ્રદર્શનની મહાપંચાયત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શરૂ થઈ ગઈ છે

કેન્દ્રની મોદી સરકારના કૃષિકાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિશાળ વિરોધપ્રદર્શનની મહાપંચાયત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શરૂ થઈ ગઈ છે.

મંચ પરથી ખેડૂતનેતા કહી રહ્યા છે કે, "સરકાર કહે છે કે અમુક ખેડૂતો કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમણે અહીં આવીને જોવું જોઈએ. ખેડૂતનેતાઓએ કહ્યું અહીંનો અવાજ સંસદ સુધી પહોંચવો જોઈએ."

મુઝફ્ફનગરમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે જણાવ્યું કે શહેરની GIC કૉલેજના વિશાળ મેદાનમાં સંયુક્ત ખેડૂત મોરચા તરફથી આયોજિત ખેડૂત મહાપંચાયત ચાલી રહી છે. પંચાયતમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આવીને ખેડૂતો એકઠા થયા છે.

શહેરમાં ગઈકાલથી જ ખેડૂતોનું આવવું શરૂ થઈ ગયું હતું અને તેમની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

શહેરની તમામ સડકો પર લોકો જ લોકો દેખાઈ રહ્યા છે અને શહેરનાં મેદાન ગાડીઓ, ટ્રેક્ટરો અને બસોથી ભરાયેલાં છે.

મંચ પર ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈત અને અધ્યક્ષ નરેશ ટિકૈત સિવાય ખેડૂતમોરચાના લગભગ તમામ મોટા નેતા હાજર છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભારે સંખ્યામાં પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.


વરુણ ગાંધીની ટિપ્પણી

https://twitter.com/varungandhi80/status/1434412755834966019

મુઝફ્ફનગરમાં થઈ રહેલી મહાપંચાયતની એક ક્લિપ શૅર કરવાની સાથે ભાજપના નેતા વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "મુઝફ્ફરનગરમાં આજે લાખો ખેડૂતો પ્રદર્શનમાં જોડાયેલા છે. તેઓ આપણા જ લોકો છે. આપણે ફરી એક વાર તેમની સાથે સન્માનજનક રીતે વાત કરવાની જરૂર છે. તેમના દર્દ અને મુદ્દાઓને સમજવાની જરૂરિયાત છે. આપણે તેમના સુધી પહોંચવાની જરૂર છે."

વરુણ ગાંધીના ટ્વીટનું સ્ક્રીનશૉટ પોસ્ટ કરવાની સાથે રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ લખ્યું કે, "વરુણભાઈએ જે કાંઈ કહ્યું તેની પ્રશંસા કરવાની જરૂર છે પરંતુ ઉત્તર પ્રદેશમાં ખુરજાના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્રસિંહની ટિપ્પણી જુઓ, વિજેન્દ્રસિંહ પોતાના વિધાનસભાક્ષેત્રમાં જઈને આ ફાલતુ નિવેદન આપે તો જાણીએ."

જયંતે આ સ્ક્રીનશૉટમાં વિજેન્દ્રસિંહનું ટ્વીટ પણ મૂક્યું છે. વિજેન્દ્રસિંહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "માફ કરશો વરુણજી. તમારે ખેડૂતો અને રાષ્ટ્રવિરોધી તાકાતોમાં ફરક સમજવાની જરૂરિયાત છે."

જોકે, બાદમાં વિજેન્દ્રસિંહે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.

https://twitter.com/jayantrld/status/1434420705513263104


'ખેડૂતોના સન્માનથી સરકારને શો ખતરો?'

રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી પણ મહાપંચાયતમાં પહોંચ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ઘણી માળાઓ પહેરી છે. મને જનતાએ ઘણો પ્રેમ અને સન્માન આપ્યું. અન્નદાતાઓ પર પુષ્પ વરસાવીને તેમનું નમન અને સ્વાગત કરવા ઇચ્છતો હતો પરંતુ અમને પરવાનગી ન મળી. ખેડૂતોના સન્માનથી સરકારને શો ખતરો છે?"

સ્વરાજ ઇંન્ડિયાએ પોતાના ટ્વિટર હૅંડલથી ટ્વીટ કર્યું છે કે મહાપંચાયત શરૂ થઈ ગઈ છે.

https://twitter.com/_SwarajIndia/status/1434398043596460036

પંચાયત શરૂ થાય એ પહેલાં ભારતીય ખેડૂત યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે, "દેશના ખૂણે-ખૂણેથી ખેડૂતો આ મહાપંચાયતમાં હાજરી આપશે. મહાપંચાયતમાં હરિયાણા સિવાય પંજાબ અને ઘણા અન્ય રાજ્યોથી મહિલાઓ પણ પહોંચી રહી છે."

તેમણે કહ્યું હતું કે, "અમારું માનવું છે કે મહાપંચાયતમાં લગભગ પાંચ લાખ ખેડૂતો પહોંચશે. પંચાયતસ્થળ પર જવાની સ્થિતિમાં શહેરમાં ઠેર-ઠેર માઇક અને LED લાગેલી છે. જેથી ખેડૂતો ત્યાંથી પણ પંચાયતસ્થળને જોઈ અને ત્યાંની ચર્ચા સાંભળી શકે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/ickFU9d4Too

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Muzaffarnagar: Farmers' Mahapanchayat started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X