મારી ભેંસો ક્વીન વિક્ટોરિયા કરતા વધુ પ્રચલિતઃ આઝમ ખાન
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશના વિવાદિત મંત્રી આઝમ ખાને પોતાની ચોરાયેલી ભેંસો અંગે નવું નિવેદન આપ્યું છે. મીડિયાને નિશાન બનાવતા આઝમ ખાને પોતાની ભેંસોની તુલના બ્રિટનની વિક્ટોરિયા સાથે કરી છે.

આઝમ ખાને આ વાત લખનઉમાં પદ્મભૂષણ વિજેતા ગોપાલદાસ નીરજના ત્રણ પુસ્તકોના વિમોચન સમયે ઉક્ત વાત કરી છે. આઝમે આ વાત રાજ્યપાલ બી એલ જોશી, સીએમ એખિલેશ યાદવ અને મંત્રી શિવપાલની હાજરીમાં કહી હતી. આઝમ ખાનની સાત ભેંસો થોડાક દિવસ પહેલા રાત્રે ચોરી થઇ ગઇ હતી. રામપુરના પોલીસ કાફલાએ પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં અભિયાન ચલાવીને ભેંસોને શોધી કાઢી હતી.












Click it and Unblock the Notifications
