'અદાણી, અંબાણી, ટાટા, બિડલા કરતા પણ વધારે મારો સમય કિમતી, ગોવામાં બોલ્યા બાબા રામદેવ
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ કે, કોર્પોરેટ પોતાનો 99 ટકા સમય સ્વાર્થમાં લગાવે છે, જ્યારે સંતનો સમય તમામ લોકોની ભલાઇ માટે હોય છે
યોગ ગુરુ બાબા રામ દેવએ ગોવાના એક કાર્યક્રમમાં કહ્યુ કે, તેમનો સમય મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રતન ટાટા અને આદિત્ય બિરલા જેવા અબજો પતિઓ કરતા વધારે છે. પતંજલીના સંસ્થાપક યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ કે, એક સાધુનો સમયે બધાની બલાઇ માટે હોય છે. બાબા રામ દેવે કહ્યુ કે, "હુ હરિદ્વારમાં ત્રણ દિવસ માટે અંહિયા આવ્યો છુ. મારા સમયની કિમત અદામી, અંબાણી, ટાટા બિડલાાથી પણ વધારે છે. કૉોરપોરેટ પોતાનો 99 ટકા સમય સ્વાર્થમાં લાગવે છે. સાધુનો સમય ફક્ત સ્વાર્થ માટે નથી હોતો.

યોગ ગુરુ બાબ રામદેવે રવિવારે પણજીમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીય મંત્રી શ્રીપદા નાઇકની ઉપસ્થિતિમાં પોતાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને સમર્પિત કરવા માટે આયોજિત એક સમારોહમાં હાજરી આપી હતી.
યોગ ગુરુ બાબા રામ દેવે કહ્યુ કે, કોર્પોરેટ પોતાનના 99 ટકા સમય સ્વાર્થમાં લગાવે છે. જ્યારે સંતનો સમય તમામ લોકોની ભલાઇ માટે હોય છે. આ સિવાય રામ દેવ બાબાએ ચાલુ નાણાંકીય વર્ષમાં પતંજલી એક બિમાર કંપનીમાં 40,000 કરોડ રૂપિયાના કારોબાર વાળી ફર્મમાં પુન:જીવિત કરવા માટે બાલકૃષ્ણની પ્રશંસા કરી હતી. તેમણે તેમના શાસન, પારદર્શી પ્રબંધન અને જવાબદેહીની પણ પ્રશંસા કરી હતી.












Click it and Unblock the Notifications
