For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે એ ધારાસભ્ય જેની સાથે ઉડી રહી છે રાહુલ ગાંધીના લગ્નની અફવાઓ

સોશિયલ મીડિયા પર હમણાંથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાયબરેલીની ચર્ચિત ધારાસભ્ય અદિતિ સિંહના લગ્નના સમાચારોએ જોર પકડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર હમણાંથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાયબરેલીની ચર્ચિત ધારાસભ્ય અદિતિ સિંહના લગ્નના સમાચારોએ જોર પકડ્યુ છે. સોશિયલ પ્લેટફોર્મ પર જ્યારે અદિતિ સિંહ અને રાહુલ ગાંધી વિશે ચર્ચાઓએ જોર પકડ્યુ ત્યારે અદિતિ સિંહે આ અંગે સ્પષ્ટતા કરવી પડી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે આ બધુ ખોટુ છે અને જેણે પણ આ વાઈરલ કર્યુ છે હું તેને શોધીશ અને માનહાનિનો કેસ પણ કરીશ. કોઈના પર પણ આવો આરોપ લગાવવો અને લગ્ન વિશે વાત વાઈરલ કરવી સારી વાત નથી. શું કોઈ પોતાના ઘરની દીકરીઓ માટે આવું કરશે. હું પણ કોઈની દીકરી જ છુ.

કોંગ્રેસ પક્ષે ભાજપ પર લગાવ્યો બદનામીનો આક્ષેપ

કોંગ્રેસ પક્ષે ભાજપ પર લગાવ્યો બદનામીનો આક્ષેપ

કોંગ્રેસ પક્ષે આનો બધો દોષ ભાજપ પર નાખી દીધો છે. કોંગ્રેસની પ્રવકતા સિદ્ધિએ આને માટે ભાજપને કોસ્યુ અને કહ્યું કે આ રાહુલ ગાંધી અને પક્ષની ધારાસભ્ય અદિતિ સિંહને બદનામ કરવાનું ષડયંત્ર છે. હાલમાં ચૂંટણીનો માહોલ છે માટે આવુ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. લોકોને ભટકાવવા માટે આ લોકો આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે. આમાં કોઈ જ સચ્ચાઈ નથી.

અદિતિ સિંહ અને રાહુલ ગાંધી વિશે અફવાઓ કેમ ઉડી

અદિતિ સિંહ અને રાહુલ ગાંધી વિશે અફવાઓ કેમ ઉડી

હાલમાં સમગ્ર મામલો પક્ષોના દોષોરોપણ અને સોશિયલ મીડિયા વચ્ચે ફસાયેલો છે. એવામાં સવાલ એ છે છેવટે અદિતિ સિંહ અને રાહુલ ગાંધી વિશે અફવાઓ કેમ ઉડી, કોણ છે આ અદિતિ સિંહ, તો ચાલો જણાવીએ આપને....

યુપીના રાજકારણનો લોકપ્રિય યુવા ચહેરો

યુપીના રાજકારણનો લોકપ્રિય યુવા ચહેરો

તમને જણાવી દઈએ કે હાલમાં યુપીના રાજકારણમાં સૌથી લોકપ્રિય યુવાન ચહેરાનું નામ છે અદિતિ સિંહ કે જે રાહુલ ગાંધીની યુવા બ્રિગેડનો મહત્વનો ભાગ છે. જેણે યુપી વિધાનસભાની ચૂંટણી રાયબરેલીમાં 90 હજારથી વધુ બેઠકોથી જીતીને ધારાસભ્યનું પદ મેળવ્યુ છે.

અદિતિ સિંહ બાહુબલી નેતા અખિલેશની પુત્રી

અદિતિ સિંહ બાહુબલી નેતા અખિલેશની પુત્રી

વાસ્તવમાં અદિતિ સિંહ બાહુબલી નેતા અખિલેશ સિંહની પુત્રી છે જેણે અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. પોતાના પિતાની જેમ અદિતિ સિંહ પણ ધાકડ છે અને કહેવાય છે કે તે રાહુલની બહેન પ્રિયંકા ગાંધીથી ખૂબ જ પ્રભાવિત હતી. જેના કારણે તેણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો. તેને ટિકિટ આપવા પાછળ પણ પ્રિયંકા ગાંધીનું જ દિમાગ લાગેલુ છે.

અદિતિ સિંહે કહ્યુ જાતિ-ધર્મથી ઉપર ઉઠો યુવાનો

અદિતિ સિંહે કહ્યુ જાતિ-ધર્મથી ઉપર ઉઠો યુવાનો

સોશિયલ મીડિયા જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત કહેનારી અદિતિ સિંહ વારંવાર એવુ કહેતી દેખાય છે કે યુપીમાં જો વિકાસ જોઈએ તો જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને નિર્ણય લેવો પડશે.

ખાસ વાતો

ખાસ વાતો

બાહુબલી નેતાની પુત્રી અદિતિ સિંહ પોતાના પિતા અખિલેશની બેઠક એટલે કે રાયબરેલીથી વિધાનસભા ચૂંટણી લડી હતી. સુંદર વ્યક્તિત્વ ધરાવતી અદિતિ સિંહે પોતાની માસ્ટર્સની ડિગ્રી ડ્યુકન યુનિવર્સિટીમાંથી મેળવી છે. તેની પહેલા તે બોર્ડિંગ સ્કૂલમાં હતી. અદિતિ 10 વર્ષ મસૂરીમાં પંણ રહી ચૂકી છે. 5 વર્ષ પહેલા તે અમેરિકાથી પાછી આવી છે અને બે વર્ષથી એક એનજીઓના માધ્યમથી જનસેવાનું કામ કરી રહી છે.

English summary
my wedding rahul gandhi is propaganda wake karnataka elections congress mla aditi singh read profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X