For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

June 26: BCCIમાંથી સસ્પેન્ડેડ શ્રીનિવાસન બનશે ICCના નવા અધ્યક્ષ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી હટાવવામાં આવેલા પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉંસિલના નવા અધ્યક્ષ બનવા જઇ રહ્યા છે. આની ખરાઇ ગુરુવારે મેલબોર્નમાં આયોજિત આઇસીસીના વાર્ષિક સમ્મેલનમાં કરવામાં આવી. શ્રીનિવાસનને આઇસીસીના 52 સભ્યોનું સમર્થન મળ્યું છે.

મેલબોર્નમાં આયોજિત આઇસીસીના વાર્ષિક સમ્મેલનમાં આઇસીસીના નિયમોમાં સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ એન શ્રીનિવાસનને આઇસીસીના અધ્યક્ષના રૂપમાં ખરાઇ કરી હતી. આઇસીસીના શ્રેષ્ઠ પદ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીનિવાસનને નામિત કર્યા હતા. શ્રીનિવાસન આઇસીસીના વાર્ષિક સમ્મેલનના સમાપન બાદ પોતાનું પદભાર સંભાળશે.

અત્રે નોંધનિય છે કે શ્રીનિવાસનને આઇપીએલમાં સટ્ટેબાજીના મામલા બાદ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આઇપીએલ સમયે સુપ્રીમ કોર્ટે સુનિલ ગાવસ્કરને બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા.

આજના અન્ય મહત્વના સમાચારો પર કરો એક નજર...

ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ લગભગ નક્કી

ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ લગભગ નક્કી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાતા અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના યુપી પ્રભારી અમિત શાહનું પાર્ટી અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આરએસએસએ પણ અમિત શાહના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે.

Read more at:

BCCIમાંથી સસ્પેન્ડેડ શ્રીનિવાસન બનશે ICCના નવા અધ્યક્ષ

BCCIમાંથી સસ્પેન્ડેડ શ્રીનિવાસન બનશે ICCના નવા અધ્યક્ષ

ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી હટાવવામાં આવેલા પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉંસિલના નવા અધ્યક્ષ બનવા જઇ રહ્યા છે. આની ખરાઇ ગુરુવારે મેલબોર્નમાં આયોજિત આઇસીસીના વાર્ષિક સમ્મેલનમાં કરવામાં આવી. શ્રીનિવાસનને આઇસીસીના 52 સભ્યોનું સમર્થન મળ્યું છે.

ડીયૂને યુજીસીના ફરમાનથી એડમિશન પ્રક્રિયા શરૂ

ડીયૂને યુજીસીના ફરમાનથી એડમિશન પ્રક્રિયા શરૂ

દિલ્હીમાં 55 હજાર બેઠકો માટે એડમિશન પ્રક્રિયાની રાહ જોઇ રહેલા લગભગ બે લાખથી વધારે વિદ્યાર્થીઓને નથી ખબર કે તેમનું એડમિશન ક્યારે થશે. જોકે યુજીસીએ દિલ્હી યુનિવર્સિટીને ફરમાન કર્યું છે કે તે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન કોર્ષ માટે એડમિશન પ્રકિયા શરૂ કરી દે.

મોંઘવારી પર મોદી સરકારનું મંથન

મોંઘવારી પર મોદી સરકારનું મંથન

યૂપીએ સરકારની બેકાબૂ મોંઘવારીને મુદ્દો બનાવીને બહુમતી મેળવીને સત્તામાં આવેલી મોદી સરકાર હવે પોતે મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાતી દેખાઇ રહી છે. વડાપ્રધાન આ મુદ્દે 7આરસીઆરમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, રામ વિલાસ પાસવાન અને ઉમા ભારતી સાથે સંયુક્ત ચર્ચા કરી રહ્યા છે.

યુજીસી અધ્યક્ષે સ્મૃતિ ઇરાની સાથે કરી મુલાકાત

યુજીસી અધ્યક્ષ વેદ પ્રકાશે એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઇરાની સાથે મુલાકાત કરી હતી પરંતુ પત્રકારોના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

સુષમા સ્વરાજ મળ્યા શેખ હસીનાને

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ હાલ ઢાકામાં છે. જ્યાં તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી.

ગડકરી સ્વ. ગોપીનાથ મુંડેના પરિવાર સાથે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે સ્વ. ગોપીનાથ મુંડેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

શાહરૂખ ખાનનો ડ્રાઇવર બળાત્કાર કેસમાં એરેસ્ટ

શાહરૂખ ખાનનો ડ્રાઇવર બળાત્કાર કેસમાં એરેસ્ટ

સુપરસ્ટાર શાહરૂખ ખાનના ડ્રાઇવરનું કામ કરનાર રાજેન્દ્ર કુમાર ગૌતમને એક સગીરા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યો છે. બ્રાંદ્રા પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતા અભિનેત્રી સંગીતા બિજલાનીના ઘરે કામ કરે છે. આ પ્રકારની ફરિયાદ બુધવારે નોંધવામાં આવી હતી.

Xian

Xian

Vice President Hamid Ansari and his wife Salma Ansari arrive at an Xianyang International Airport in Xian, China

Kolkata

Kolkata

Youngsters walk under an umbrella as it rains in Kolkata

New Delhi

New Delhi

People participate in a marathon on the occasion of International Day against Drug Abuse and Illicit Trafficking, at India Gate in New Delhi

English summary
N Srinivasan, Barred From BCCI, Becomes Chairman of International Cricket Council.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X