For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાઇને યુવતીઓ સપ્લાઇ કરનાર મહિલાની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ઉદયપુર, 8 નવેમ્બર: શારીરિક શોષણના મામલામાં આરોપી નારાયણ સાઇની સેવિકા ગંગાની સુરત પોલીસે ઉદયપુરમાંથી ધરપકડ કરી છે. તેઓ 6 ઓક્ટોબરથી ફરાર હતી. ગંગાને ધર્મિષ્ઠા નામથી પણ ઓળખવામાં આવે છે. નારાયણ સાઇ પર બળાત્કારનો આરોપ લગાવનાર સુરતની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ગંગા આસારામના પુત્રને યુવતીઓ સપ્લાઇ કરતી હતી. તે યુવતીઓને નારાયણ સાઇની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરતી હતી.

સુરતમાં નારાયણ સાઇની વિરુદ્ધ મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કેસ દાખલ થયા બાદથી જ નારાયણ સાઇ ફરાર છે. સુરત પોલીસે નારાયણ સાઇ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી દીધી છે.

બીજી બાજું નારાયણ સાઇએ 'ઓજસ્વી પાર્ટી' નામથી એક રાજનૈતિક પાર્ટીનું નિર્માણ કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુવારે આ દાવો કરવામાં આવ્યો હતો. 'ઓજસ્વી પાર્ટી'ના ઉપાધ્યક્ષ હોવાનો દાવો કરનાર સ્વામી ઓમજીએ મીડિયાને જણાવ્યું કે નારાયણ સાઇ પોલીસથી ભાગી નથી રહ્યા.

narayan sai
તેમણે જણાવ્યું કે સાઇ પોતાની પાર્ટીના પ્રચારમાં લાગેલા છે અને લોકોને મળી રહ્યા છે. રિપોર્ટોમાં એ પણ કહેવાયું છે કે 6 ઓક્ટોબરના રોજ સુરતમાં તેમની સામે બળાત્કારનો કેસ દાખલ થયાના બાદથી સાઇ સતત ફરાર છે.

રિપોર્ટ અનુસાર જંતર-મંતર પર તેઓ આવ્યા હતા પરંતુ દિલ્હી પોલીસ તેમને ઓળખી શકી નહી. સાઇએ પોતાનો હુલિયો બદલી લીધો હતો. ઓમજીએ જણાવ્યું કે સાઇની પાર્ટી દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે. આ ઉપરાંત ઓમજીએ જણાવ્યું કે નીલમ દુબે આસારામની અધિકારીક પ્રવક્તા નથી.

English summary
Narayan's Sai female associate Ganga arrested from Udaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X