• search

એન્ટોની-સોનિયા પર વરસ્યા મોદી, કેરળમાં કર્યો પ્રશ્નોનો વરસાદ

કેસરગોડ, 8 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કેરળના કેસરગોડ ખાતે ચૂંટણી સભા સંબોધી રહ્યાં છે, જ્યાં તેઓ કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યાં હતા. ઇટાલિયન મરિન્સ દ્વારા કેરળના માછીમારોની હત્યા, સરહદ પર જવાનોના માથા વાઢી નાંખવાની ઘટનાને લઇને કોંગ્રેસ પાર્ટી, કેન્દ્ર સરકાર અને રક્ષામંત્રીને આડેહાથ લીધા હતા, તો લેફ્ટ પાર્ટીઓ પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો.

આ તકે તેમણે કહ્યું કે, કોઇપણ વ્યક્તિએ આવી કલ્પના નહીં કરી હોય કે ભાજપની રેલી માટે કેરળના આ ભાગમાં આટલો બધો ઉત્સાહ જોવા મળશે. આ લોકોનો ઉત્સાહ છે. હું થોડાક સમય પહેલા અહીં આવ્યો હતો અને અહીંની લાગણીને અનુભવ્યો હતો. ત્યારથી હું જાણી ગયો હતો કે કેરળમાં સારા દિવસોની શરૂઆત થવાની છે.

આ વિસ્તારને ગોડ્સ ઓન કન્ટ્રી કહેવામાં આવે છે, પરંતુ અહીંના યુવાનો રાજ્ય છોડીને જઇ રહ્યાં છે, કોણ તેમને રાજ્ય છોડવા માટે મજબૂર કરી રહ્યું છે. યુડીએફ અને એલડીએફ વચ્ચેની ફ્રેન્ડલી મેચના કારણે કેરળ બરબાદ થઇ રહ્યું છે. મોદીએ કેરળમાં વધું શું કહ્યું તે જાણવા તસવીરો પર ક્લિક કરો.

બંધબારણે કરાર

બંધબારણે કરાર

તેમની વચ્ચે બંધબારણે કરાર થયો છે, એકવાર યુડીએફ તો એકવાર એલડીએફ, એકબીજા બાબતે બન્ને શાંત રહે છે અને તેમની ગેમ ચાલ્યા કરે છે.

કોંગ્રેસ વૉટર મેલન જેવું છે

કોંગ્રેસ વૉટર મેલન જેવું છે

કોંગ્રેસ વૉટર મેલન જેવું છે. બહારથી તે લીલું હોય છે જ્યારે તેને કાપી અંદર જોવામાં આવે તો તેમાં લાલ રંગ હોય છે અને લેફ્ટ પાર્ટીઓ પણ લાલ રંગના ઝંડાનું વહન કરે છે.

કેરળ વિશ્વને ઘણું બધું આપી શકે છે

કેરળ વિશ્વને ઘણું બધું આપી શકે છે

કેરળ પાસે સારો દરિયા કિનારો છે, જો એ દિશામાં કામ હાથ ધરવામાં આવે તો આખા રાષ્ટ્રને કેરળ મીઠું પુરુ પાડી શકે છે. આ ઉપરાંત હર્બલ મેડિસિન જેવી અનેક વસ્તુઓ કેરળ વિશ્વને આપી શકે છે, પરંતુ દુઃખની વાત એ છે તે તેના કુશળ અને બુદ્ધિશાળી યુવાનોને બહાર મોકલી રહ્યું છે.

કેરળમાં પ્રવાસન ક્ષેત્રે થઇ શકે છે વિકાસ

કેરળમાં પ્રવાસન ક્ષેત્રે થઇ શકે છે વિકાસ

તેમણે કહ્યું કે, કેરળનાં પ્રવાસન ક્ષેત્રમાં સ્થિરતા આવી ગઇ છે. તેના વિકાસ માટે ઘણું બધું કરી શકાય છે, પરંતુ એ દિશામાં કોઇ જ કામ કરવામાં આવ્યા નથી. આ જ કેરળ જે પહેલા પ્રવાસન માટે જાણીતું હતું તે હવે આતંકવાદીઓની નર્સરી તરીકે જાણીતું થઇ રહ્યું છે. એક સમયે આ રાજ્ય શાંતિ માટે જાણીતું હતું પરંતુ યુડીએફ અને એલડીએફે તેને બદલી નાંખ્યું છે.

મહિલા વિરુદ્ધ ગુનાઓમાં ભાજપનું એકપણ રાજ્ય નહીં

મહિલા વિરુદ્ધ ગુનાઓમાં ભાજપનું એકપણ રાજ્ય નહીં

મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાઓની વાત કરવામાં આવે તો તેમાં ભાજપનું એકપણ રાજ્ય નથી. આ ગુનાઓ યુપીએના રાજ્યોમાં જોવા મળે છે અને કેરળ પણ તેમાનું એક છે. કેરળના યુવાનો રોજગારી શોધી રહ્યાં છે, પરંતુ રાજ્ય તેમના યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યું નથી.

વિદેશમાં યુવાનોનું શોષણ

વિદેશમાં યુવાનોનું શોષણ

આ યુવાનો વિદેશોમાં જાય છે, પરંતુ શું ત્યાં તેઓ સુરક્ષિત છે, તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે. કેરળના યુવાનો સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે અને કેરળના એક મોટા મંત્રી દિલ્હીમાં છે. શું તેઓ વિદેશમાં રહેતા યુવાનોને મદદ કરી રહ્યાં છે.

કેન્દ્રને માછીમારોની ચિંતા નથી

કેન્દ્રને માછીમારોની ચિંતા નથી

ખેડૂતો ની સામે ઝઝૂમી રહ્યાં છે પરંતુ કેન્દ્ર કંઇ કરતી નથી. તેઓ કંપનીઓ સામે અથવા તો ખેડૂતો માટે કોઇ પગલાં ભરી રહ્યાં નથી. આપણી પાસે ઘણા માછીમારો છે પરંતુ ટેક્નોલોજી ભાગ્યે જ તેમને મદદરૂપ થાય છે. આપણે તેઓ વધારે કમાય એ માટે મદદ કરી શકીએ છીએ. માછીમારોને ઇટાલિયન મરિન્સ દ્વારા મારી નાંખવામાં આવ્યા, પરંતુ સરકાર દ્વારા કંઇ જ કરવામાં આવ્યું નથી.

મારા પ્રશ્નનો તેમની પાસે જવાબ નથી

મારા પ્રશ્નનો તેમની પાસે જવાબ નથી

ચાંડીજીને ખોટું લાગી ગયું છે, જો તમારામાં હિંમત હોય, કેરળવાસીઓ માટે પ્રેમ હોય, તો મારા આ પ્રશ્નનો જવાબ આપો. ચૂંટણી નજીક છે ના તો મુખ્યમંત્રી, વડા પ્રધાન કે રક્ષામંત્રી પાસેમારા પ્રશ્નનો સાચો જવાબ આપી શકે. કેરળ સરકાર, ભારત સરકાર મને એટલું જણાવે કે, કેરળના માછીમારોની હત્યા કરનારા ઇટાલિયન મરિન્સ ક્યાં છે તે મને જણાવો. હું માછીમારોના હિતમાં બોલી રહ્યો છું, તમને મોદી ખરાબ લાગતો હોય તો ભલે લાગે. હું તેમની માટે લડતો રહીશ.

એન્ટોનીને મારા એક નિવેદનથી ખોટું લાગ્યું

એન્ટોનીને મારા એક નિવેદનથી ખોટું લાગ્યું

એન્ટોનીને મારા એક નિવેદનથી ખોટું લાગ્યું, મે એ કહ્યું હતું, જે દિવસે આપણા જવાનોના માથા વાઢી નાખવામાં આવ્યા, જવાનોની હત્યા કરવામાં આવી ત્યારે ભારતના ડિફેન્સ મિનિસ્ટરે પાર્લામેન્ટમાં જે નિવેદન આપ્યું તેનાથી ભારતની સેના સહેમત નહોતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના યુનિફોર્મમાં આતંકવાદીઓએ તેમને માર્યા છે. તમે પાકિસ્તાનની સેનાને બચાવવાનું કામ કર્યું હતું. તમારા આ નિવેદનના કારણે આખા પાકિસ્તાનમાં તમારા વખાણ થતાં હતા. તમારું ગૌરવ થતું હતું અને તેથી અમે કહીએ છીએ કે એન્ટોનીજી તમે અમારા રક્ષામંત્રી છો અમારા માટે કંઇક તો કરો.

રક્ષામંત્રીને મોદીએ પૂછ્યા કઠોર પ્રશ્નો

રક્ષામંત્રીને મોદીએ પૂછ્યા કઠોર પ્રશ્નો

ભારતીય સુરક્ષાને લઇને સોનિયાજી, વડાપ્રધાન અને રક્ષામંત્રી સમક્ષ કેટલાક પ્રશ્નો છે. શું તમે આપણી ટેન્કો માટે જરૂરી દારૂગોળો વધારવાની દિશામાં કોઇ પગલા ભર્યા છે ખરા. તેમજ મોદીએ આર્મ્ડ ફોર્સ, એરફોર્સ અને આર્મી અંગે રક્ષામંત્રીને કઠોર પ્રશ્નો પૂછ્યા હતા. આ ઉપરાંત તેમણે નેવી ચીફના રાજીનામાં અને નેવી શીપોમાં શું થયું એ અંગે પણ રક્ષામંત્રીઓને પૂછ્યું હતું.

તમે અમારા પર વિશ્વાસ મુકીને જુઓ

તમે અમારા પર વિશ્વાસ મુકીને જુઓ

દિલ્હી ડિફેન્સ ડીલ્સમાં વધું રસ ધરાવે છે પરંતુ તેમને રાષ્ટ્રના ડિફેન્સ પાવરમાં રસ નથી, જે સાબિત કરે છે કે આપણે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ. આખા રાષ્ટ્રમાં જે કોંગ્રેસના આંકડા બહાર આવી રહ્યાં છે તે જણાવે છે કે કોંગ્રેસ ત્રણ ડીજીટમાં પહોંચવાની નથી. હું તમને અહીં એક સંદેશો આપવા આવ્યો છું. આપણે તેમની ફ્રેન્ડલી ફાઇટ્સ જોઇ છે હવે તમે અમારા પર વિશ્વાસ મુકીને જુઓ.

એન્ટોની-સોનિયા પર વરસ્યા મોદી, કેરળમાં કર્યો પ્રશ્નોનો વરસાદ

એન્ટોની-સોનિયા પર વરસ્યા મોદી, કેરળમાં કર્યો પ્રશ્નોનો વરસાદ

English summary
Narendra Modi to address "Bharat Vijay" rally in Kasargod, Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more