‘10 નંબરી ગાંધી’એ આંધ્ર પ્રદેશની શું હાલત કરી નાંખીઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

ગુલબર્ગા, 28 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકના ગુલબર્ગા ખાતે સભા સંબોધવામાં આવી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે તેલંગણા મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે તેલંગણા અને સિમાંધ્રનો વિકાસ કરવાનું હું વચન આપું છું.

આ તકે તેમણે કહ્યું કે, ગુલબર્ગાએ ઇતિહાસ રચ્યો છે. હજુ ચૂંટણીની જાહેરાત થઇ નથી ત્યાં આ આંધી હું જઇ શકુ છું. આ સુનામી છે, જે કોંગ્રેસને બચાવી શકશે નહીં. કોંગ્રેસ શા માટે આ પરિસ્થિતિમાં આવી છે. કારણ કે તેણે રાષ્ટ્રને બરબાદ કર્યો છે. તેમણે કંઇ ખાસ કર્યું નથી. જો તેમણે કંઇ કર્યું હોત તો આજે વસ્તુઓ અલગ હોત. લોકો હવે સમજી ગયા છે કે, તેમની સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે.

કોંગ્રેસની વાતો પર, નેતાઓ પર અને તેમની નીયત પર પણ ક્યારેય વિશ્વાસ ના કરવો. કોઇપણ કોંગ્રેસનો નેતા તમારી પાસે આવે છે, તો તેને પૂછજો કે, તમારી પાર્ટીએ વાયદો કર્યો હતો કે જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 100 દિવસમાં મોંઘવારી ઓછી કરી દઇશું, પરંતુ તેમણે મોંઘવારી ઓછી કરી નથી. તેથી જે લોકોએ વાયદો પૂરો નથી કર્યો તેમનો સાથ નિભાવવા માગો છો, જે જનતા સાથે દગો કરે છે, તેવા લોકો પર ક્યારેય વિશ્વાસ ના કરતા.

કોંગ્રેસ એ કહેવા પણ તૈયાર નથી કે બાકી કામો કરીશું

કામ કરતા કરતા ભૂલો થાય છે, કામ રહી પણ જાય છે, જો આવું થાય છે તો જનતાની વચ્ચે જઇને અમે કહીએ છીએ કે આ ગઇ વખતે કહ્યું હતું પણ તે કરવાનું બાકી રહી ગયુ છે અને એક તક આપો અમે એ પૂર્ણ કરીશું, પરંતુ કોંગ્રેસ આવું કહેવા તૈયાર નથી.

સરદાર પટેલમાં દમ હતો એટલે ગુલબર્ગ આઝાદ થયું

આજે મને સરદાર પટેલની યાદ આવે છે, હું આ વિસ્તારના ખેડૂતોનો આભારી છું કે, ગામેગામમાંથી ખેડૂતો દ્વારા લોંખડ આપ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અમે શા માટે બનાવી રહ્યાં છીએ, દેશ 1947માં આઝાદ થયો, પરંતુ ગુલબર્ગ ક્યારે આઝાદ થયું હતું, એ તો સરદાર પટેલમાં દમ હતો કે નિઝામને ઝુકાવ્યા અને ગુલબર્ગ બચી ગયું. આજે તમે હિન્દુસ્તાનમાં ભારત માતાની જય બોલી શકો છો. જો સરદાર ના હોત તો ગુલરર્ગ કે હૈદરાબાદ જવુ હોત તો પાકિસ્તાનના વિઝા લેવા પડ્યા હોત.

10 નંબરી ગાંધીએ આંધ્ર પ્રદેશનો શું હાલ કરી દીધો

સરદાર તેનું પ્રતિનિધિત્વ કારતા હતા જે લોકોને એક કરવાનું કામ કરતા હતા, પરંતુ આ 10 નંબરી ગાંધી(કારણ કે તેઓ 10 જનપથ રહે છે)એ આંધ્ર પ્રદેશનો શું હાલ કરી દીધો. તેલંગણાનું નિર્માણ થાય એ અમે પણ ઇચ્છતા હતા, સિમાંધ્રનું ભલુ થાય તે અમે પણ ઇચ્છતા હતા, આ કોંગ્રેસ પાર્ટી એવી છે કે જે બાળકને તો જન્મ આપે પણ માતાને મારી દે છે. કોંગ્રેસ પાર્ટીનો તોડો અને રાજ કરોનો ખેલ હતો. તેલંગણા સેંકડો લોકોની શહાદતના કારણે બન્યું છે, જે લોકોએ શહીદી આપી છે, લડાઇ લડી છે તેમને નમન કરું છું. તેલંગણા આગળ વધે તે શુભકામના રહેશે અને અમારી જવાબદારી રહેશે.

સિમાંધ્ર પણ ભારતનું અભિન્ન અંગ

સિમાંધ્ર પણ ભારતનું અભિન્ન અંગ

સિમાંધ્ર પણ ભારતનું અભિન્ન અંગ છે, પણ કોંગ્રેસને ત્યાં લાભ મળવાનો નથી એટલે તેને એકલું છોડી દીધું, સરકાર માટે ભારતનો દરેક અંગ અભિન્ન હોય છે, હું બની શકે તેટલો જલદી સિમાંધ્ર જઇશ અને તેમના હૃદયના ઘાવને ભરવા માટે કોઇ કમી નહીં છોડું. આ બધા આપણી ભારત માતાના અંગ છે અને બન્નેનું કલ્યાણ થાય તેવી અમારી કામના છે.

100 દિવસનો સવાલ છે

100 દિવસનો સવાલ છે

છેલ્લા કેટલાક વર્ષોથી તમારી સાથે જે ઝુલમ થયા છે તેના દર્દને હું સમજું છું. 100 દિવસનો સવાલ છે, દેશની જનતા આ દિલ્હીની વિભાજનકારી રાજકારણ કરનારાને હટાવી દેશે અને અમે તમારું ભલું કરવામાં ક્યાંય પાછળ નહીં રહીએ. કર્ણાટક ઝડપથી આગળ વધી રહ્યું હતું, પણ શા માટે વિકાસ નથી થઇ રહ્યો

કર્ણાટકની નવી સરકાર દ્વારા કંઇ કરાયું નથી

કર્ણાટકના અનેક વિસ્તારો છે જેના વિકાસ માટે ઘણું બધું કરવાની જરૂર છે, પરંતુ કર્ણાટકની નવી સરકાર દ્વારા કંઇ કરાયું નથી. આવા લોકો પર તમે વિશ્વાસ કરી શકતા નથી. કોંગ્રેસ પાર્ટી બીજી ઓળખ છે વોટબેન્કનું રાજકારણ, ભ્રષ્ટાચારનું રાજકારણ, વંશવાદનું રાજકારણ, જનતા દુઃખી રહે, તેમની ખુશી સલામત રહે એ તેમનું રાજકારણ છે.

ભ્રષ્ટાચારના કારણે દેશ બરબાદ થઇ ગયો

ભ્રષ્ટાચારના કારણે દેશ બરબાદ થઇ ગયો

દેશે તેમને 60 વર્ષ સુધી સહન કર્યા છે, 60 વર્ષમાં આ દેશ ક્યાંનો ક્યાંક પહોંચી જતું. વિશ્વમાં નાના દેશો આગળ નિકળી ગયા છે અને કોંગ્રેસના કારણે આપણે પાછળ રહી ગયા છે. ભ્રષ્ટાચારના કારણે દેશ બરબાદ થઇ ગયો છે. ફલિ નરિમાનએ સરકારની એક કમિટિ સામે વિરોધ નોંધાવી રાજીનામું આપી દીધું છે, છતાં કોંગ્રેસમાં કોઇ સુધારો આવી રહ્યો નથી.

ભાગ્ય બદલી ના શકે તે પાર્ટી શું કામની

ભાગ્ય બદલી ના શકે તે પાર્ટી શું કામની

દેશને રોજગારીની જરૂર છે, સ્કિલ ડેવલોપમેન્ટની જરૂર છે, અને તકની જરૂર છે, પરંતુ કોંગ્રેસ આપી શકે તેમ નથી. કોંગ્રેસ તમારું ભાગ્ય, ખેડૂતોનું ભાગ્ય બદલી શકે છે, જો એ ના કરી શકતી હોય તો તેની જરૂર શું છે, જે ભારણ બની ગયા છે અને જે ભાગ્ય બદલાવી નથી શકતી તેની દેશમાં શું જરૂર છે. અને ભાજપ આવી પાર્ટીને દેશની બહાર કરવાનું સંકલ્પ રાખે છે.

કોંગ્રેસમુક્ત ભારતના આશિર્વાદ લઇને જઇ રહ્યો છું

આઝાદી 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણી યાત્રા કુશાસનથી સુશાસન તરફ આગળ વધીશું. ઝેરમાંથી અમૃત તરફ આગળ વધીશું. આ ધરતી દેશને એક અલગ શક્તિ આપી શકે છે, અહીંથી હું કોંગ્રેસમુક્ત ભારતના આશિર્વાદ લઇને જઇ રહ્યો છું. જો તમે કોંગ્રેસથી મુક્ત નહી થાઓ તો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને દૂરાચાર અને રોજગારી નહીં મળે. જો ખેડૂતો, ગરીબોનું ભલુ કરવું છે તો દેશમાંથી કોંગ્રેસને હટાવો.

કોંગ્રેસ એ કહેવા પણ તૈયાર નથી કે બાકી કામો કરીશું

કામ કરતા કરતા ભૂલો થાય છે, કામ રહી પણ જાય છે, જો આવું થાય છે તો જનતાની વચ્ચે જઇને અમે કહીએ છીએ કે આ ગઇ વખતે કહ્યું હતું પણ તે કરવાનું બાકી રહી ગયુ છે અને એક તક આપો અમે એ પૂર્ણ કરીશું, પરંતુ કોંગ્રેસ આવું કહેવા તૈયાર નથી.

સરદાર પટેલમાં દમ હતો એટલે ગુલબર્ગ આઝાદ થયું

આજે મને સરદાર પટેલની યાદ આવે છે, હું આ વિસ્તારના ખેડૂતોનો આભારી છું કે, ગામેગામમાંથી ખેડૂતો દ્વારા લોંખડ આપ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અમે શા માટે બનાવી રહ્યાં છીએ, દેશ 1947માં આઝાદ થયો, પરંતુ ગુલબર્ગ ક્યારે આઝાદ થયું હતું, એ તો સરદાર પટેલમાં દમ હતો કે નિઝામને ઝુકાવ્યા અને ગુલબર્ગ બચી ગયું. આજે તમે હિન્દુસ્તાનમાં ભારત માતાની જય બોલી શકો છો. જો સરદાર ના હોત તો ગુલરર્ગ કે હૈદરાબાદ જવુ હોત તો પાકિસ્તાનના વિઝા લેવા પડ્યા હોત.

10 નંબરી ગાંધીએ આંધ્ર પ્રદેશનો શું હાલ કરી દીધો

સરદાર તેનું પ્રતિનિધિત્વ કારતા હતા જે લોકોને એક કરવાનું કામ કરતા હતા, પરંતુ આ 10 નંબરી ગાંધી(કારણ કે તેઓ 10 જનપથ રહે છે)એ આંધ્ર પ્રદેશનો શું હાલ કરી દીધો. તેલંગણાનું નિર્માણ થાય એ અમે પણ ઇચ્છતા હતા, સિમાંધ્રનું ભલુ થાય તે અમે પણ ઇચ્છતા હતા, આ કોંગ્રેસ પાર્ટી એવી છે કે જે બાળકને તો જન્મ આપે પણ માતાને મારી દે છે. કોંગ્રેસ પાર્ટીનો તોડો અને રાજ કરોનો ખેલ હતો. તેલંગણા સેંકડો લોકોની શહાદતના કારણે બન્યું છે, જે લોકોએ શહીદી આપી છે, લડાઇ લડી છે તેમને નમન કરું છું. તેલંગણા આગળ વધે તે શુભકામના રહેશે અને અમારી જવાબદારી રહેશે.

સિમાંધ્ર પણ ભારતનું અભિન્ન અંગ

સિમાંધ્ર પણ ભારતનું અભિન્ન અંગ છે, પણ કોંગ્રેસને ત્યાં લાભ મળવાનો નથી એટલે તેને એકલું છોડી દીધું, સરકાર માટે ભારતનો દરેક અંગ અભિન્ન હોય છે, હું બની શકે તેટલો જલદી સિમાંધ્ર જઇશ અને તેમના હૃદયના ઘાવને ભરવા માટે કોઇ કમી નહીં છોડું. આ બધા આપણી ભારત માતાના અંગ છે અને બન્નેનું કલ્યાણ થાય તેવી અમારી કામના છે.

100 દિવસનો સવાલ છે

છેલ્લા કેટલાક વર્ષોથી તમારી સાથે જે ઝુલમ થયા છે તેના દર્દને હું સમજું છું. 100 દિવસનો સવાલ છે, દેશની જનતા આ દિલ્હીની વિભાજનકારી રાજકારણ કરનારાને હટાવી દેશે અને અમે તમારું ભલું કરવામાં ક્યાંય પાછળ નહીં રહીએ. કર્ણાટક ઝડપથી આગળ વધી રહ્યું હતું, પણ શા માટે વિકાસ નથી થઇ રહ્યો.

કર્ણાટકની નવી સરકાર દ્વારા કંઇ કરાયું નથી

કર્ણાટકના અનેક વિસ્તારો છે જેના વિકાસ માટે ઘણું બધું કરવાની જરૂર છે, પરંતુ કર્ણાટકની નવી સરકાર દ્વારા કંઇ કરાયું નથી. આવા લોકો પર તમે વિશ્વાસ કરી શકતા નથી. કોંગ્રેસ પાર્ટી બીજી ઓળખ છે વોટબેન્કનું રાજકારણ, ભ્રષ્ટાચારનું રાજકારણ, વંશવાદનું રાજકારણ, જનતા દુઃખી રહે, તેમની ખુશી સલામત રહે એ તેમનું રાજકારણ છે.

ભ્રષ્ટાચારના કારણે દેશ બરબાદ થઇ ગયો

દેશે તેમને 60 વર્ષ સુધી સહન કર્યા છે, 60 વર્ષમાં આ દેશ ક્યાંનો ક્યાંક પહોંચી જતું. વિશ્વમાં નાના દેશો આગળ નિકળી ગયા છે અને કોંગ્રેસના કારણે આપણે પાછળ રહી ગયા છે. ભ્રષ્ટાચારના કારણે દેશ બરબાદ થઇ ગયો છે. ફલિ નરિમાનએ સરકારની એક કમિટિ સામે વિરોધ નોંધાવી રાજીનામું આપી દીધું છે, છતાં કોંગ્રેસમાં કોઇ સુધારો આવી રહ્યો નથી.

ભાગ્ય બદલી ના શકે તે પાર્ટી શું કામની

દેશને રોજગારીની જરૂર છે, સ્કિલ ડેવલોપમેન્ટની જરૂર છે, અને તકની જરૂર છે, પરંતુ કોંગ્રેસ આપી શકે તેમ નથી. કોંગ્રેસ તમારું ભાગ્ય, ખેડૂતોનું ભાગ્ય બદલી શકે છે, જો એ ના કરી શકતી હોય તો તેની જરૂર શું છે, જે ભારણ બની ગયા છે અને જે ભાગ્ય બદલાવી નથી શકતી તેની દેશમાં શું જરૂર છે. અને ભાજપ આવી પાર્ટીને દેશની બહાર કરવાનું સંકલ્પ રાખે છે.

કોંગ્રેસમુક્ત ભારતના આશિર્વાદ લઇને જઇ રહ્યો છું

આઝાદી 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણી યાત્રા કુશાસનથી સુશાસન તરફ આગળ વધીશું. ઝેરમાંથી અમૃત તરફ આગળ વધીશું. આ ધરતી દેશને એક અલગ શક્તિ આપી શકે છે, અહીંથી હું કોંગ્રેસમુક્ત ભારતના આશિર્વાદ લઇને જઇ રહ્યો છું. જો તમે કોંગ્રેસથી મુક્ત નહી થાઓ તો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને દૂરાચાર અને રોજગારી નહીં મળે. જો ખેડૂતો, ગરીબોનું ભલુ કરવું છે તો દેશમાંથી કોંગ્રેસને હટાવો.

English summary
Narendra Modi to address "Bharatha Gellisi" Rally in Gulbarga, Karnataka

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.