For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીવાળા ગુજરાત પાસેથી આ બાબત શીખેઃ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ડિસેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના આંબેડકરનગર ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવી રહી હતી, જેમાં મોદી દ્વારા કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીની જનતાને ગુજરાત પાસેથી વાયદાખીલાફી કરતી કોંગ્રેસને પાઠ ભણાવવાતા શીખવા કહ્યું છે. આ સાથે જ કેજરીવાલની પાર્ટી પર પણ મોદીએ વેધક પ્રહારો કર્યા હતા. અહીં દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધી તે સમયનો વીડિયો આપવામાં આવ્યો છે.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એવુ લાગે છે કે આ વખતે ચૂંટણી જન આંદોલન બની ગયું છે. છત્તીસગઢના આદિવાસીઓ વચ્ચે, મધ્ય પ્રદેશ કે રાજસ્થાન જાઉ કે દિલ્હીના ભિન્ન ભિન્ન વિસ્તારમાં જાઉ, આ ચૂંટણીમાં જોવા મળ્યું છે કે, ચૂંટણીના ના તો ઉમેદવાર કે પાર્ટી લડી રહી નથી, પરંતુ જનતા જનાર્દન લડી રહી છે, પહેલા વોટ કોઇને જીતાડવા માટે આપવામાં આવતા હતા, પરંતુ આ ચૂંટણીમાં હું જોઇ રહ્યો છું કે લોકો મત આપવા જઇ રહ્યાં છે, કોંગ્રેસ પાર્ટીને સજા આપવા માટે.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એવુ લાગે છે કે આ વખતે ચૂંટણી જન આંદોલન બની ગયું છે. છત્તીસગઢના આદિવાસીઓ વચ્ચે, મધ્ય પ્રદેશ કે રાજસ્થાન જાઉ કે દિલ્હીના ભિન્ન ભિન્ન વિસ્તારમાં જાઉ, આ ચૂંટણીમાં જોવા મળ્યું છે કે, ચૂંટણીના ના તો ઉમેદવાર કે પાર્ટી લડી રહી નથી, પરંતુ જનતા જનાર્દન લડી રહી છે, પહેલા વોટ કોઇને જીતાડવા માટે આપવામાં આવતા હતા, પરંતુ આ ચૂંટણીમાં હું જોઇ રહ્યો છું કે લોકો મત આપવા જઇ રહ્યાં છે, કોંગ્રેસ પાર્ટીને સજા આપવા માટે.

સામાન્ય માનવીના મનમાં કોંગ્રેસ પાર્ટીને લઇને માત્ર નિરાશા જ નથી થઇ પરંતુ કોંગ્રેસ જે પ્રકારે દેશ અને રાજ્ય ચાલવ્યા તેના કારણે ભારતના નાગરીકનું મન આંદોલિત થઇ ગયું છે. શું કોઇ સરકાર આવી બેજવાબદાર હોઇ શકે છે. લોકતંત્રની સૌથી મોટું મહત્વ એ હોય છે કે રાજનેતાઓએ જનતા સાથે તાલમેલ અને સંવેદનશીલ થવું પડે છે અને કોઇ ભૂલ થાય તો તેને વારંવાર ઠીક કરતા રહેવું પડે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અહંકારના સાતમા આસમાને પહોંચી ગઇ છે, કોંગ્રેસને લાગે છે કે જનતા તેના ખિસ્સામાં છે. તેઓ એવું માને છે કે તેઓ જનતા સાથે જે ખેલ ખેલવા હશે તે ખેલી શકશે. જેથી જ્યાં સુધી કોંગ્રેસના કારનામાને નહીં સમજીએ ત્યાં સુધી આપણી દુર્દશાનું કારણ જોવા નહીં મળે.

કોંગ્રેસનું ચરીત્ર, વૃત્તિ, પ્રવૃત્તિ, ઇરાદા આ બધી વાતો આપણે સમજીએ તો જાણવા મળશે કે આ દેશમાં સંકટ કેમ છે. કોંગ્રેસ પાર્ટીને એકતાની રાજનીતિ પસંદ નથી, તેઓ દેશમાં એકતા જોઇ શકતું નથી તેથી તેઓ તોડો અને રાજ કરોની નીતિ પર ચાલી રહ્યાં છે. દિલ્હીને પાણીની આટલી મોટી સમસ્યા છે. હરિયાણા સરકારની જવાબદારી છે કે દિલ્હીને પાણી આપે. હરિયાણા, દિલ્હી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેઓ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી. ગુજરાતમાં નર્મદાનું પાણી છે, જ્યારે રાજસ્થાનને પાણીની જરૂર હતી ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં નર્મદાનું પાણી રાજસ્થાનને આપવામાં ગુજરાતે ક્યારેય અવરોધ ઉભો કર્યો નથી.

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય ભ્રષ્ટાચાર કરવામાં ખરાબની અનુભૂતિ કરતી નથી, તેઓ એવું માને છેકે આ જિંદગીનો એક ભાગ છે. જે કોંગ્રેસના નેતાઓ કારગિલની વિધવાઓના મકાન પોતાની સાસુંના નામે કરી શકતા હોય તે શું દિલ્હીના લોકોને ઝુપડપટ્ટીમાંથી કોલોનીમાં લઇ જશે.

તમારે દિલ્હીવાળાને જેમ જીવવું હોય તેમ જીવો પણ એક વાત ગુજરાત પાસેથી શીખો. એ લોકોએ જે રીતે અહીં ફોર્મ વહેંચ્યા તેવું જ 2012માં ગુજરાતની ચૂંટણીમાં આવું જ કર્યું હતું, ફોર્મ વહેંચ્યા અને મકાનના મોડલ પણ બનાવી નાંખ્યા અને મેડમ સોનિયાએ રીબિન પણ કાપી, એવી હવા ફેલાવી દીધી હતી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો લોકોનું ઘરનું ઘર બની જશે. બધાને લાગવા લાગ્યું કે, કોંગ્રેસ એવો દાવ ખેલ્યો છે કે, મોદી તો જશે. તમે દિલ્હીવાળા ભોળા છો, કે ફોર્મ લઇ લીધા છે. ગુજરાતે ફોર્મ લીધા પછી હિસાબ માંગ્યો, જમીન ક્યાં છે, પૈસા ક્યાં છે અને ગુજરાતે કોંગ્રેસના ખોટા વાયદાને ઠોકર મારીને ભાજપની સરકાર બનાવી.

કોમનવેલ્થ ગેમ્સને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરિયાએ ઓલિમ્પિક ગેમ્સના આયોજનથી વિશ્વમાં પોતાનું નામ કર્યું, પરંતુ ભારત આટલો મોટો દેશ છે ઓલિમ્પિક ગેમ્સ તો દૂર છે, કોમનવેલ્થમાં કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચાર કરીને દેશને વિશ્વમાં શર્મસાર કર્યું છે. રાજીવ ગાંધીએ કહ્યું કે, દિલ્હીમાંથી એક રૂપિયો નિકળે છે તો ગરીબ પાસે પહોંચતા 15 પૈસા થઇ જાય છે, એ સમયે ભાજપ નહોતું, ત્યાં બધે જ કોંગ્રેસ હતી. કોંગ્રેસને ભ્રષ્ટાચારનો રોગ આજથી નથી રાજીવ ગાંધી પણ કહીં ગયા છે. આ કયો પંજો હતો કે જે રૂપિયાને ઘસીને 15 પૈસા કરી દીતો હતો.

અણ્ણા હજારેના કારણે દેશમાં એક વાયરો જાગ્યો, એક ચેતના જાગી, બધાને લાગ્યું કે ભ્રષ્ટાચાર સામે એક મોટી જાગૃતિ થશે, પરંતુ અણ્ણા હજારેની આ ભીડ જોઇને કેટલાક લોકોમાં રાજકીય આકાંક્ષા જાગી ગઇ અને તેના કારણે અણ્ણા હજારેના આંદોલનને પીઠમાં ખંજર ઘોપવામાં આવ્યું, જેના કારણે કોંગ્રેસને ભ્રષ્ટાચારની તક મળી ગઇ. જે અણ્ણાના નથી થયા તે તમારા નથી થઇ શકવાના. કોંગ્રેસ પાર્ટી તો હાથથી લૂંટતી હતી આ તો ઝાડૂ ફેરવીને લૂંટી નાખશે. દિલ્હીમાં બીઆરટીએસ નિષ્ફળ ગઇ અને ગુજરાતમાં બીઆરટીએસ સફળ થઇ અને એવોર્ડ લઇને આવી કાર ણ કે અહીં ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે બીઆરટીએસ દિલ્હીમાં નિષ્ફળ ગઇ છે.

English summary
Narendra Modi address a Public Meeting at Ambedkarnagar, Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X