• search

મોદીને એટલી ગાળો આપી કે ડિક્શનરી ખતમ થઇ ગઇઃ મોદી

લખનઉ, 6 એપ્રિલઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના નગીના ખાતે સંબોધી રહ્યાં હતા, જ્યાં તેમણે કોંગ્રસ, સપા, બસપા પર પ્રહારો કર્યાં હતા. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ આડાહાથે લીધા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે હવે કોઇ મુદ્દો નથી, મોદીને ગાળો આપી આપીને તેમની ડિક્શનરી ખાલી થઇ ગઇ છે.

જેમણે ગુનો કર્યો છે, તેને જનતા માફ કરવાની નથી. આપણી મહેનતમાં કમી નથી, પરંતુ શાસનમાં બેસેલા લોકોની વિચારધારામાં ખોટ છે, તેમના વાયદા, ઇરાદામાં ખોટ છે, જેના કારણે આજે આખું ભારત નીચું જઇ રહ્યું છે, જ્યારે એનડીએની સરકાર હતી, વાજપાયી વડાપ્રધાન હતા, 21મી સદીનો પ્રારંભ હતો, ત્યારે લાગી રહ્યું હતું કે હવે દિવસો બદલાઇ ગયા છે, 100 વર્ષ બાદ પહેલીવાર લાગી રહ્યું હતું કે આ દેશ જાગી ગયો છે, આ દેશ પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા તૈયાર થઇ ગયો છે.

2004 સુધી એવો માહોલ બની ગયો હતો કે ચલો દેશને આગળ વધારીએ. પરંતુ 2004માં મેડમ સોનિયા આવતા જ બધુ સાફ થઇ ગયું, આવો વિનાશ દેશનો આ પહેલા કોઇપણ સરકારના કાળખંડમાં જોવા મળ્યો નહોતો. આજે દેશની દશા એવી છે કે 10 વર્ષ થઇ ગયા, દેશના વડાપ્રધાનને કોંગ્રેસના લોકો પણ પોતાના નેતા માનવા તૈયાર નથી. મીડિયાવાળા 100 કોંગ્રેસીઓને પૂછે તો કોઇ મનમોહન સિંહનું નામ નહીં લે. દેશના વડાપ્રધાનની કોંગ્રેસમાં કોઇ ઇજ્જત જ નહીં હોય તો સરકારમાં કોણ તેમને પૂછશે.

એક રીતે તેમણે દેશને અંદરથી ખોખલો કરી નાંખ્યો છે, પદ, પ્રતિષ્ઠા અને ગરિમા એ વ્યવસ્થા ચલાવવા માટે જરૂરી છે, તેમણે એક પરિવારની ભક્તિમાં એક પરિવારની આરતી ઉતારવામાં કોંગ્રેસ પાર્ટીએ દેશ ભક્તિને નકારી દીધી છે. તેના કારણે કે આજે એટલાં સંકટોમાંથી ગુજરી રહ્યાં છે. ખેડૂત ખેતી કરે છે, તેને અનાજનો ભાવ મળવો જોઇએ, શેરડીની ખેતી કરતા ખેડૂતોને મળવું જોઇએ, જો શેરડીના ખેડૂતને મહેનત કરીને શેરડી તૈયાર કરવાથી પૈસા ના મળતા હોય તો તે જીવશે કેવી રીતે. બાળકોને ભણાવશે કેવી રીતે, જવાન દિકરી ઘરમાં હશે, લગ્ન નક્કી કર્યા હશે, આ વર્ષે આટલી શેરડી થશે, તેમાંથી પૈસા આવશે તો લગ્ન કરાવશે પણ પૈસા નહીં આવે તો શું થશે. પ્રશ્ન પૈસાનો નથી, પ્રશ્ન ખેડૂતની જિંદગી બરબાદ થઇ રહી છે તેનો છે.

ગુજરાતમાં થાય તો અહીં પણ થઇ શકે છે

ગુજરાતમાં થાય તો અહીં પણ થઇ શકે છે

કેટલીકવાર તો ખાંડની ફેકટરી મોડી ચાલું કરે છે, ઉત્તર પ્રદેશમાં ખાંડની ફેક્ટરી છે તેટલી ગુજરાતમાં નથી, પરંતુ કોઇપણ ધનિક તેનો માલિક નથી. ખેડૂત તેનો માલિક છે, જેના કારણે પાક થઇ ગયા બાદ ફેકટરીમાં જશે અને કેટલા પૈસા મળશે તે શેરડીની ખેતી કરતી વખતે જ નક્કી થઇ જાય છે, જે ગુજરાતમાં થાય છે તે રોકેટ સાયન્સ છે ખરા. આ એક સામાન્ય વાત છે, જે કરી શકાય છે, તેમને કરવું નથી, તેમના ઇરાદા સારા નથી.

હેન્ડીક્રાફ્ટને ખરીદવા વિશ્વ પાગલ બની શકે છે

હેન્ડીક્રાફ્ટને ખરીદવા વિશ્વ પાગલ બની શકે છે

આપણું નગીના, આ ક્ષેત્રમાં ગુજરાતમાં નાનપણમાં રહેતા હતા, ત્યારે નગીનાનું લાકડાંની કારીગરીનું કામ સાંભળતા હતા, આ હુન્નરને ટેક્નોલોજી સાથે જોડીને વિશ્વની બહાર વેંચી શકાય છે. અહીંના હેન્ડીક્રાફ્ટને ખરીદવા વિશ્વ પાગલ બની શકે છે, પરંતુ તે કરવાનો ઇરાદો જોઇએ. આ લોકોને મતબેન્કના રાજકારણ સિવાય કંઇ કરવું નથી.

રાહુલ ગાંધી પર મોદીના પ્રહાર

રાહુલ ગાંધી પર મોદીના પ્રહાર

શેહજાદાએ એક ભાષણમાં કહ્યું કે, મારા દિમાગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખો મેપ તૈયાર છે, તમને મેપ બનાવવામાં 60 વર્ષ લાગી ગયા તો તેને તૈયાર કરવામાં 600 વર્ષ લાગી જશે. હું તમને ચાંદ પર લઇ જવાના વચનો આપવા નથી આવ્યો, પરંતુ આપણી માતા બહેનોની ઇજ્જત માટે ઘરમાં શૌચાલય તો હોવું જોઇએ. આજે પણ આપણી માતા બહેનોને શૌચાલય માટે ખુલાંમાં જવું પડે છે.

એક સેવક તરીકે તમારા આશિર્વાદ ઇચ્છું છું

એક સેવક તરીકે તમારા આશિર્વાદ ઇચ્છું છું

મેડમ સોનિયા તમે તો મહિલા છો, આટલું તો કામ કરી દેતા. તો તેઓ ઇજ્જતની જિંદગી તો વિતાવતી. મે ક્યારેય આકાશમાંથી તારા તોડવાની વાત નથી કરી, હું તમારી જિંદગી સુધારવાની વાતો કરું છું. હું જ્યારે ચા વેચતો હતો, ત્યારે ચા ઠંડી હોય કે મીઠી કે ઓછી મીઠી હોય તો મને કેવી રીતે અપમાન કરતો તે મે જીવનમાં સહ્યું છે. હું સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવવા માટે એક સેવક તરીકે તમારા આશિર્વાદ ઇચ્છું છું.

તેમને શાસનમાં બેસવાનો અધિકાર નથી

તેમને શાસનમાં બેસવાનો અધિકાર નથી

અહીં વિજળીને કેવી સ્થિતિ છે, ટ્રાન્સફોર્મર સળગી જાય છે, તો બે વર્ષ સુધી ટ્રાન્સફોર્મર નથી બદલાતા. મે આ એક વિચિત્ર જોયું કે, આખા ઉત્તર પ્રદેશમાં વિજળીનું સંકટ છે, પરંતુ કેટલાક ખાસ લોકોને વિજળીનું સકંટ નથી, આ ભેદભાવ શા માટે. શું બધા નાગરીક સમાન નથી, પરંતુ જે વિજળીમાં પણ રાજકારણ કરે, જે પોતાના પારકાનો ભેદ કરે તેમને શાસનમાં બેસવાનો અધિકાર નથી.

મોદીને એટલી ગાળો આપી કે ડિક્શનરી ખતમ થઇ ગઇ

મોદીને એટલી ગાળો આપી કે ડિક્શનરી ખતમ થઇ ગઇ

મેડમ સોનિયા કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી, 10 વર્ષથી મોદીને એટલી ગાળો આપી કે આખી ડિક્શનરી ખતમ થઇ ગઇ. હવે તેમના માટે પરેશાની છે, અમારા વિરોધીઓને ઘણી મુશ્કેલી છે, મોદી ખેડૂત, ગરીબો, માતા બહેનો અને નવયુવાનોની રોજગારી અંગે વિચારી રહ્યો છે અને મારા વિરોધી મળીને મોદીનો હલ શોધી રહ્યાં છે. તેઓ દિવસ રાત મોદીનો હલ વિચારે છે.

તો મોદીનો હલ શોધવા માટે આટલી મુશ્કેલી ના પડત

તો મોદીનો હલ શોધવા માટે આટલી મુશ્કેલી ના પડત

તેમની પાસે આ માટે ઘણો સમય હતો. જનતાએ તમને તક આપી હતી, જો તમે કામ કર્યું હોત તો મોદીનો હલ શોધવા માટે આટલી મુશ્કેલી ના પડત, જનતા જાતે જ હલ શોધી કાઢત. હું તમને પૂછવા માગું છું કે, તમારા માતા પિતાએ જે જિંદગી વિતાવી છે, તમે પણ તેવી જ જિંદગી વિતાવવા માગો છો, તમે બદલાવ ઇચ્છો છો તો પહેલાં સરકારમાં બદલાવ લાવવો પડશે.

કોંગ્રેસમુક્ત ભારત બનાવવું પડશે

કોંગ્રેસમુક્ત ભારત બનાવવું પડશે

કોંગ્રેસમુક્ત ભારત બનાવવું પડશે. આ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના બે સિપાઇ છે, જે લખનઉમાં કુશ્તિ અને દિલ્હીમાં દોસ્તિ કરે છે. સપા, બસપા અને કોંગ્રેસ ડબલ્યુડબલ્યુએફ વાળા છે. દિલ્હીમાં મિત્રતા કરે છે અને પછી સબકા માલિક એક. તેમને ગુમરાહ કરી રહ્યાં છે, તેથી હું આજે બિજનોર જિલ્લાથી બધાને પ્રાર્થના કરી રહ્યો છું, આપણે ઘણું નુક્શાન ભોગવ્યું છે. આપણા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, તેથી સમય ના બગાડો, તેમનો એક એક દિવસ આપણું એક વર્ષ બગાડી રહ્યાં છે.

સમયની માંગ છે કે દિલ્હીમાં સરકાર બદલીએ

સમયની માંગ છે કે દિલ્હીમાં સરકાર બદલીએ

સમયની માંગ છે કે દિલ્હીમાં સરકાર બદલીએ. તમને વિશ્વાસ છે કે આ સત્તા પરથી જવાના છે, આખા દેશમાં એક જ માહોલ છે. આ સીબીઆઇ પણ કોંગ્રેસને બચાવી શકશે નહીં. તમે ઇચ્છો છો કે દિલ્હીમાં ઢીલી સરકાર બને. જો ના તો, દેશમાં સરકાર બદલવી છે પણ મજબૂત સરકાર લાવવાની છે. તમે શાસક ચૂંટ્યા છે હવે એકવાર સેવકને ચૂંટીને જુઓ.

60 મહિના માટે મને પસંદ કરો

60 મહિના માટે મને પસંદ કરો

તમે 60 વર્ષ શાસક ચૂંટ્યા છે, પરંતુ 60 મહિના માટે મને પસંદ કરો. મને પદ, પ્રતિષ્ઠા કે ખુરશી માટે આશિર્વાદ નથી જોઇએ. મને તો બિંદાસ્ત થઇને નિશ્ચિંત થઇને 60 મહિના તમારી સેવા કરી શકું તેવી સરકાર જોઇએ. હું જેટલા દિવસ તમારા આશિર્વાદથી બેસીસ ત્યાં તમારી સેવા માટે મારો સમય ખપાવીશ. એ માટે મજબૂત સરકાર જોઇએ છે.

English summary
Narendra Modi to address a Public Meeting in Bijnor, Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more