For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે સુરક્ષાની વચ્ચે આજે વારાણસીમાં મોદીની શંખનાદ રેલી

|
Google Oneindia Gujarati News

વારાણસી, 20 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસી રાજા તાલાબ મેદાનમાં પોતાની પાંચમી વિજય શંખનાદ રેલી સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલ મનોહર જોશી તેમજ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ આ રેલીમાં હાજરી આપશે.

નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ દ્વારા બાબા વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરના દર્શનના કાર્યક્રમને લઇને સુરક્ષા પૂરી પાડવામાં તંત્રના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. મોદીને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ મંદિરોમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ રાખે. પરંતુ ભાજપ રાજ્ય સરકારના આગ્રહને માનવા માટે તૈયાર નથી.

narendra modi
ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇનું કહેવું છે કે મંદિર દર્શનના કાર્યક્રમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. પોતાના ખાસ વિમાન દ્વારા નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સવારે લગભગ 11 વાગ્યે બાવતપુર એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા બીએચયૂ પહોંચશે અને ત્યાંથી મંદિર દર્શન માટે રવાના થશે.

રેલીની સુરક્ષા માટે યૂપી પોલીસની સાથે ગુજરાત પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ પણ બંદોબસ્તમાં રહેશે. રેલીસ્થળ પર 2400થી વધારે પોલીસકર્મીઓ ડ્યૂટી પર રહેશે. મોદીની ઉત્તર પ્રદેશમાં આ પહેલી રેલી હશે. આ પહેલા કાનપુર, ઝાંસી, બહરાઇચ અને આગ્રામાં તેમની રેલી થઇ ચૂકી છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi will address the Vijay Shankhnaad Rally at Khajuri here on Friday. Party president Rajnath Singh will also be present with him on the occasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X