પશુઓના કત્લેઆમ માટે કેન્દ્ર સરકાર સબસિડી આપે છે: મોદી
નાવદા, 2 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે બિહારમાં ભારત વિજય રેલીને સંબોધી રહ્યા છે. મોદી હાલમાં બિહારના નાવદામાં જનસભાને સંબોધી રહ્યા છે.
ભાઇઓ બહેનો અમે હરિતક્રાંતિ, શ્વેતક્રાંતિ સાંભળ્યું હતું. પરંતુ દિલ્હીની સરકારને પીંક રિવોલ્યુશન જોઇએ છે. કોંગ્રેસ પાર્ટીનો એજન્ડો છે. હું લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહને પૂછવા માંગુ છું કે શું તેઓ પીંક રિવોલ્યુશન લાવનારને સપોર્ટ કરશે. જેઓ માંસનો ધંધો કરવાને પીંક રિવોલ્યુશન કહી રહ્યા છે. દેશમાં કતલખાનાને દિલ્હીની સરકાર સબસિડિ આપે છે. અમારા ત્યાં ગુજરાતમાં ખેડૂતો કોટન વેચે છે તો તેમને સબસિડી નથી મળતી પરંતુ જો આ સરકાર મટન વેચનારને સબસિડી આપે છે.
મિત્રો તમે મને જણાવો કે દિલ્હીમાં 2004થી મેડમ સોનિયાજીની સરકાર છે. દસ વર્ષ થયા આપના જીવનમાં કોઇ પરિવર્તન આવ્યું છે. આપના કામમાં કોઇ, સુરક્ષામાં, કાયદા વ્યવસ્થામાં, શિક્ષણમાં કોઇ ફેરફાર આવ્યો છે. કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. જો દસ વર્ષમાં આ સરકાર તમને આટલું ના આપી શકે તો હવે શું આપવાની.

નરેન્દ્ર મોદીએ લોકોને જણાવ્યું કે દેશને સેવકની જરૂર છે, અને હું તમને વિશ્વાસ આપુ છે મારે શાસક નહીં પરંતુ સેવક બનીને તમારી સેવા કરવી છે. માટે હું તમારા આશિર્વાદ લેવા આવ્યો છું. આપે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા છે, મને માત્ર 60 મહિના આપીને જુઓ હું તમારી અપેક્ષાઓને ક્ષીણ નથી થવા દઉ.
મોદીએ વધુમાં જણાવ્યું કે નાવદામાં મેં મારુ પ્રતિનિધિત્વ ગિરિરાજ સિંહને સોંપ્યું છે, આપ તેમને વિજય બનાવી મને આપની સેવા કરવાની તક આપો.












Click it and Unblock the Notifications
